- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Waghai
- Valsad Dang District MP Dhaval Patel Inaugurated The Inauguration Ceremony.
વલસાડ- ડાંગ જિલ્લાના સાંસદ ધવલ પટેલે ખાતમૂહુર્ત કર્યું:વઘઈમાં રૂ. 84.83 લાખના ખર્ચે નવો રસ્તો અને આધુનિક પંચાયત ભવન બનશે
- કૉપી લિંક

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં રૂ. 84.83 લાખના બે વિકાસકામોનું વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. કામો પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ અને તાલુકા પંચાયત, વઘઈ હેઠળ કરવામાં આવશે. કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિ
સુવિધાપથ યોજના 2025-26 હેઠળ વઘઈ કોલોની રોડના નિર્માણ માટે રૂ. 50 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. પ્રોજેક્ટમાં રસ્તાનું નિર્માણ, પેવર બ્લોક, સાઈડ શોલ્ડર, રોડ ફર્નિચર અને માર્ગ સલામતી સંબંધિત કામોનો સમાવેશ થાય છે. કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને આવરજવરમાં વધુ સુવિધા મળવાની અપેક્ષા છે.
આ ઉપરાંત, વઘઈમાં નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બન્ને કામો પૂર્ણ થયા બાદ તાલુકામાં માર્ગ સુવિધા અને ગ્રામ્ય વહીવટી માળખું મજબૂત બનશે એવી માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય વિજયભાઈ પટેલે વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકામોને મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
સ્થાનિક સ્તરે માંગ હતી કે બન્ને પ્રોજેક્ટ સમયમર્યાદામાં અને ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, જેથી તેનો સીધો લાભ નાગરિકોને મળી શકે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















