- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Saputara
- Police Made The Arrest Based On Technical Surveillance
પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારેદબોચી લીધો:ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી મહિલાને બદનામ કરનાર નાશિકનો યુવક ઝડપાયો
- કૉપી લિંક
સાપુતારા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક મહિલાની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવીને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના ગુનાનો પર્દાફાશ કરાયો છે.
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર.ડીમરી તથા જનેશ્વર નલવાયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પીઆઈ જે.કે. બારીયા અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને એનાલિસિસની મદદથી આ અનડિટેક્ટ ગુનાને સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે.
આ કેસમાં આરોપી દ્વારા ફરિયાદી બહેન તથા તેમના પિતાના ફોટા ઉપર અશોભનીય લખાણ લખીને ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર પોસ્ટ કર્યા હતા. આ બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસે ટેકનિકલ ટીમના આધારે વર્કઆઉટ કરીને મહારાષ્ટ્ર રાજ્યના નાશિક જિલ્લાના ચાંદવડ ગામથી આરોપી મહેશ શિવાજી જાદવ (ઉ.વ. 26, રહે. ગુજરાતીનગર, ચાંદવડ)ને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ગુનામાં વપરાયેલ રૂ. 5 હજારનો મોબાઈલ જપ્ત કરી તેમાં અન્ય કોઈ ફોટા છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















