Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

દિવાળી વેકેશનમાં સાપુતારા પ્રવાસીઓથી‎ઉભરાયું:બોટિંગ, રોપ-વે અને સનસેટ પોઈન્ટ પર ભારે ભીડ, સ્થાનિક વેપારીઓ અને હોટેલ વ્યવસાયમાં તેજીની રોનક

સાપુતારા2 દિવસ પેહલા
  • કૉપી લિંક

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજની રજાઓ દરમિયાન ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી રહી છે.

.

રાજ્ય ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પરિવાર અને મિત્રમંડળીઓ અહીં પહોંચી રહી છે. ગુલાબી ઠંડી અને ડાંગની લીલીછમ વાદીઓ વચ્ચે સાપુતારામાં પ્રવાસન પ્રવૃત્તિઓ તેજ થઈ છે.

સર્પગંગા તળાવે બોટિંગ માટે સવારથી જ લાંબી કતારો જોવા મળી રહી છે. સનસેટ પોઈન્ટ, સનરાઈઝ પોઈન્ટ અને રોપ-વે સહિતના મુખ્ય સ્થળોએ પણ દિવસભર ભીડ રહે છે. પ્રવાસીઓ કુદરતી દૃશ્યો સાથે એડવેન્ચર એક્ટિવિટીઓનો પણ લાભ લઈ રહ્યા છે.

પ્રવાસીઓના વધતા ધસારાથી સાપુતારાના હોટેલ, રિસોર્ટ અને ગેસ્ટ હાઉસમાં બુકિંગમાં વધારો થયો છે. સ્થાનિક વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને આદિવાસી કારીગરોના વ્યવસાયમાં પણ વધારો નોંધાયો છે. રજાઓ દરમિયાન ભીડ સતત વધતી રહેતા પ્રવાસીઓને સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતા ઉપલબ્ધ રહે તે માટે પ્રવાસન વિભાગ અને વહીવટી તંત્ર માટે વ્યવસ્થા જાળવવાનો પડકાર વધ્યો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links