- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Saputara
- Driver Seriously Injured After Tempo Hits Tree
ટેમ્પો વૃક્ષ સાથે અથડાતા ચાલકને ગંભીર ઈજા પહોંચી:સાપુતારા–માલેગામ ઘાટમાં એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં ટેમ્પોને ટક્કર મારી ખાડામાં ખાબકી
- કૉપી લિંક
ડાંગ જિલ્લાના સાપુતારા– માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા જોખમી ઘાટ માર્ગમાં નાસિકથી પાટણ તરફ જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થઈ જતાં આગળ જઈ રહેલા ટેમ્પોને જોરદાર ટક્કર માર્યા બાદ એસ.ટી. બસ માર્ગની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હત
દરમિયાન અચાનક બસની બ્રેક ફેલ થઈ જતાં ચાલકે બસ પરનો કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે, બસ આગળ જઈ રહેલા ટેમ્પો સાથે અથડાઈ હતી. બસની ટક્કરથી ટેમ્પો માર્ગની બાજુમાં આવેલા વૃક્ષ સાથે અથડાતાં ટેમ્પો ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આકસ્મિક પરિસ્થિતિમાં એસટી બસના ચાલકે સમયસૂચકતા દાખવી બસને વધુ ગંભીર અકસ્માતથી બચાવવાનો પ્રયાસ કરતાં મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળે છે.
બનાવને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાપુતારા–માલેગામનો ઘાટ માર્ગ વળાંકો અને ઢોળાવને કારણે પહેલેથી જ જોખમી ગણાય છે ત્યારે જાહેર પરિવહનની બસમાં બ્રેક ફેલ થવાની ઘટના વાહનોની ટેકનિકલ ચકાસણી અને સલામતી વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કરે છે. ખાસ કરીને ઘાટ માર્ગો પર દોડતી એસ.ટી. બસની નિયમિત ટેકનિકલ તપાસ વધુ કડક બનાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















