- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Saputara
- Delays In Grant Works And Bill Payments In The Office Itself
કચેરીમાં જ ગ્રાન્ટના કામો અને બિલ ચૂકવણીમાં ડખા:આહવા તા.પં.માં વિકાસ કામો-ટેન્ડર પ્રક્રિયામાં મનમાની સામે વિરોધનો સૂર
- કૉપી લિંક
ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતમાં ખરીદી, ટેન્ડર પ્રક્રિયા, સરકારી ગ્રાન્ટના કામો અને બિલ ચુકવણીમાં અનિયમિતતાઓ તથા ભ્રષ્ટાચારની શંકા અંગે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે.
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જિજ્ઞેશકુમાર જીતેન્દ્રભાઈ સોલંકી અને તાલુકા પંચાયત સભ્ય રાકેશભાઈ ભરતભાઈ પવારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી માંગેલી છે.
આ અંગે વિકાસ કમિશનર, સચિવ (પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ), મુખ્ય તકેદારી કમિશનર, એસીબી (ACB), જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવી સત્વરે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ GeM પોર્ટલ મારફત થતી ખરીદીમાં બિડની શરતો ચોક્કસ એજન્સીઓને અનુકૂળ બને તે રીતે ગોઠવાતી હોવાની આશંકા છે.
બિડ પ્રક્રિયામાં બહારના લોકોની દખલગીરી, GeM Buyer લોગિનનો દુરુપયોગ, તેમજ ટેકનિકલ અને નાણાકીય બિડના મૂલ્યાંકનમાં મનમાની થતી હોવાની ફરિયાદ પણ કરાઈ છે.
ફરિયાદ મુજબ, તાલુકા પંચાયતના વિવિધ વિકાસ કામોમાં ગ્રાન્ટ ફાળવણી અને કોન્ટ્રાક્ટરોના બિલોની ચુકવણી માટે ટકાવારી અથવા કમિશનની માંગ થતી હોવાની માહિતી મળી છે. ખાસ કરીને મહેકમ અને બાંધકામ શાખાના સંચાલન અંગે સવાલો ઉઠાવાયા છે.
આ ઉપરાંત, જરૂરી વહીવટી મંજૂરી, ટેકનિકલ મંજૂરી અને વર્ક ઓર્ડર વિના કામ શરૂ કરી પછીથી દસ્તાવેજો બનાવી બિલ રજૂ કરાતાં હોવાની અનિયમિતતા દર્શાવાઈ છે. વર્તમાન તાલુકા વિકાસ અધિકારી પિનાકીન આસોદિયાના કાર્યકાળ દરમિયાન TASP, ATVT, 15મું નાણાપંચ, ધારાસભ્ય અને સાંસદ ગ્રાન્ટ સહિત વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરીનું સ્વતંત્ર સ્પેશિયલ ઓડિટ કરાવવા માંગ કરાઈ છે.
ફરિયાદકર્તાઓએ જણાવ્યું કે જો તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ શરૂ નહીં થાય તો જિલ્લા પંચાયત કચેરીમાં ઉપવાસ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જરૂર પડે તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















