Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

જનજાતિ ગૌરવ દિવસ''ના કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ થયાનો આક્ષેપ કરાયો:આમંત્રણ ન મળતા ડાંગમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓનો સ્ટેજ સામે ઉભા રહી વિરોધ

સાપુતારા2 દિવસ પેહલા
  • કૉપી લિંક

જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે આહવામાં યોજાયેલા કાર્યક્રમમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને યોગ્ય આમંત્રણ ન આપવામાં આવતા જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલ ઠાકરે તથા આહવા તાલુકા પંચાયત સદસ્ય રાકેશ પવારે કાર્યક્રમ સ્થળે સ્ટેજની સામે ઉભા રહીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો

.

જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલ ઠાકરેએ જણાવ્યું હતું કે, ‘જનજાતિ ગૌરવ દિવસ સમગ્ર આદિવાસી સમાજના ગૌરવ અને અસ્મિતાનો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને આમંત્રણ ન આપીને દૂર રાખવામાં આવે તે અત્યંત દુઃખદ અને નિંદનીય બાબત છે.

અમે કોઈ વ્યક્તિગત સન્માન માટે નહીં, પરંતુ પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા અધિકાર અને આદિવાસી સમાજના સન્માન માટે અહીં વિરોધ નોંધાવી રહ્યા છીએ.સરકારી કાર્યક્રમો કોઈ એક વ્યક્તિ કે પક્ષના નહીં, પરંતુ સમગ્ર જનતાના હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન બંધ થવું જોઈએ અને તમામ સરકારી કાર્યક્રમોમાં યોગ્ય પ્રોટોકોલનું પાલન થવું જોઈએ. જનતાના અવાજને દબાવવાનો કોઈપણ પ્રયાસ સ્વીકારવામાં આવશે નહીં.

આ વિરોધ દરમિયાન બંને પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં કોઈ અશાંતિ કે વ્યવસ્થા ભંગ કર્યા વિના શાંતિપૂર્ણ પરંતુ સ્પષ્ટ લોકશાહી વિરોધ નોંધાવીને જવાબદાર અધિકારીઓ સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સ્નેહલ ઠાકરે અને રાકેશ પવારે માંગ કરી છે કે ભવિષ્યમાં સરકારી કાર્યક્રમોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે આવું ભેદભાવપૂર્ણ વર્તન ન થાય અને યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે.

આદિવાસી સમાજ માટે અપમાનજનક બાબત છે ‘જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ આમંત્રણ ન મળે તે આદિવાસી સમાજ માટે અપમાનજનક બાબત છે. અમે શાંતિપૂર્ણ રીતે પરંતુ મજબૂત લોકશાહી વિરોધ નોંધાવી રહ્યા છીએ.”> રાકેશ પવાર , સદસ્ય, આહવા તા.પંચાયત

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links