Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

ચેકિંગ નાકા પરથી ભાગેલી ગાડીનો વન વિભાગની ટીમે પીછો કરીને.:વઘઈ નજીકથી રૂ. 2.54 લાખના ગેરકાયદે 17 ખેરના લાકડાં સાથે બોલેરો જપ્ત કરાઈ

સાપુતારા11 દિવસ પેહલા
  • કૉપી લિંક

ડાંગ વન વિભાગે વઘઈ વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદે લાકડું વહનનો કેસ પકડ્યો છે. ડી.સી.એફ. નિરજકુમાર અને મદદનીશ વન સંરક્ષક જૈનિલ દેસાઈના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. અમિત ચૌધરીની ટીમે કાર્યવાહી કરી હતી.

.

વન વિભાગના જણાવ્યા મુજબ 4 નવેમ્બર 2026ના રોજ સવારે 7:04 વાગ્યે વઘઈ રેંજના લોઅર ચેકિંગ નાકા પરથી એક શંકાસ્પદ બોલેરો (નં. GJ-15 CA-3432) પસાર થઈ હતી.

ટીમે વાહન રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વન કર્મચારીઓએ વાહનનો પીછો કર્યો હતો. પીછો થતાં ચાલકે વાંસદાથી કણધા ગામ તરફ જતા માર્ગ પર રોડ સાઈડમાં વાહન ઉભું રાખ્યું અને અંધારાનો લાભ લઈ ફરાર થયો હતો

ત્યારબાદ ટીમે બિનવારસી હાલતમાં મળી આવેલી ગાડી તપાસી હતી. તપાસમાં પાસ-પરમિટ વિના ખેરના 17 લાકડાં ઘન મીટર 0.428 મળી આવ્યા હતા. વન વિભાગે રૂ. 14,980 કિંમતનો લાકડાનો જથ્થો અને રૂ. 2.40 લાખની બોલેરો મળી રૂ. 2,54,980નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફરાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links