- Gujarati News
- Local
- Gujarat
- Dangs
- Temple Construction Work In Progress In 311 Villages, 111 Temples Ready, Remaining Will Be Completed In 2 Years, 'Hanuman Yag' Mega Project In Dang
ડાંગમાં 'હનુમાન યાગ'નો મહાપ્રોજેક્ટ:311 ગામોમાં મંદિર નિર્માણનું કાર્ય પ્રગતિમાં, 111 મંદિરો તૈયાર, બાકીના 2 વર્ષમાં પૂર્ણ થશે
- કૉપી લિંક

ગુજરાતના ડાંગ જિલ્લામાં એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિરોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રેરણા પ.પૂજ્ય પી. પી. સ્વામી દ્વારા આપવામાં આવી છે. સુરતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ

'હનુમાન યાગ' નામના આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 111 મંદિરો તૈયાર થઈ ગયા છે. બાકીના મંદિરો આગામી બે વર્ષમાં પૂર્ણ થશે. દરેક ગામમાં એક સરખા મંદિરો બનાવવામાં આવી રહ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં એકતા અને ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

આ વિસ્તાર શબરી માતા અને ભગવાન શ્રીરામની ચરણરજથી પવિત્ર થયેલો છે. દંડકારણ્ય તરીકે પણ આ ભૂમિ પ્રસિદ્ધ છે. બે લાખ વનવાસીઓના જીવનમાં સામાજિક ચેતના લાવવા માટે 'ડાંગ પ્રયાગ, હનુમાન યાગ' શરૂ કરવામાં આવ્યો છે.

આ મંદિરો ભક્તિ અને સેવાનું કેન્દ્ર બનશે. તે ગામની એકતા વધારવા અને વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવામાં મદદરૂપ થશે. આજે આ મંદિરોમાં રામધૂન, પ્રસાદ વિતરણ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















