- Gujarati News
- Local
- Gujarat
- Botad
- Ranpur
- Fire Breaks Out At Scrap Godown On Aniayali Road In Ranpur | Botad News
રાણપુરમાં ભંગારના વંડામાં આગ લાગી:અણીયાળી રોડ પર ફાયર વિભાગે 6 હજાર લીટર પાણીથી દોઢ કલાકમાં આગ કાબૂમાં લીધી
વિપુલ લુહાર | રાણપુર, બોટાદ3 દિવસ પેહલા
- કૉપી લિંક

બોટાદ જિલ્લાના રાણપુરમાં અણીયાળી રોડ પર રહેણાકી વિસ્તારમાં આવેલા ભંગારના વંડામાં મોડી રાત્રે આગ લાગી હતી. બોટાદ ફાયર વિભાગે 6 હજાર લીટર પાણીનો મારો ચલાવી દોઢ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
.

આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. વંડામાં રાખેલાં પૂંઠાં અને પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ આગની લપેટમાં આવી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના રહીશો બહાર આવી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ પાણી નાખીને આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

જાણ થતાં બોટાદ ફાયર વિભાગની ટીમ અધિકારી કુલદીપસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સ્થળે પહોંચી હતી. મહાવીરસિંહ, સિદ્ધરાજસિંહ અને મહેન્દ્રભાઈ સહિતના કર્મચારીઓએ આગ ઓલવવાની કામગીરી કરી હતી.

ફાયર વિભાગે આગ વધુ ફેલાતી અટકાવી હતી.





ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















