- Gujarati News
- Local
- Gujarat
- Botad
- Crime Against 5 For Hitting A Youth With A Pipe And Hitting Him In A Common Matter In Botad
મિત્ર સાથે અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી હુમલો કરાયો:બોટાદમાં સામાન્ય બાબતે યુવકને ફરસી અને પાઇપ ફટકારી ઈજા પહોંચાડતા 5 સામે ગુનો
- કૉપી લિંક
બોટાદમાં મિત્ર સાથે અગાઉ થયેલ ઝઘડાની દાઝ રાખી યુવક પર ફરસી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ધમકી આપતા 5 શખ્સો વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.
બોટાદ ખોજાવાડી ખાતે રહેતા ફરિયાદી અકિલભાઈ ઉર્ફે બકરી ઈબ્રાહીમભાઈ પાધરશી (ઉ.વ.29)એ બોટાદ ખાતે રહેતા જમાલભાઈ અબ્દુલભાઈ ભાસ, રિયાજભાઈ કાદરભાઈ ભાસ, આતીસભાઈ અબ્દુલભાઈ ભાસ, અશરફભાઈ કાદરભાઈ ભાસ, અસ્ફાકભાઈ મહેબુબભાઈ ભાસ વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત 10 નવેમ્બરના રાત્રિના 12-30 વાગ્યાના અરસામાં ફરીયાદી અકીલભાઈ પાદરશી સાળંગપુર રોડ અમન ટાવર પાસે ઉભા હતા, તે વખતે તેના મિત્ર મુફીજભાઈ મૂળિયા તેની પાસે આવેલ અને બંને મિત્રો એકબીજા સાથે વાતો કરતા હતા અને મિત્ર મુફીજભાઈ મૂળિયા સાથે જમાલભાઈને અગાઉ ઝઘડો થયેલ હોય તેની દાજ રાખી જમાલભાઈ અબ્દુલભાઈ ભાસ તેનું બાઈક લઈને આવેલ અને કહેલ કે, તું મારા વિરોધી માણસો સાથે કેમ બોલે છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ.
આ વખતે આતિશ ભાઈ અબ્દુલભાઈ ભાસ તથા અશરફભાઈ કાદરભાઈ ભાસ બાઇક લઈને આવેલ અને ગાળો આપવા લાગે જેથી ગાળો આપવાની ના પડતા આતિશભાઈએ જેના હાથમાં રહેલ ફરસીનો એક ઘા માથાના ભાગે મારી દીધેલ અને અશરફભાઈ એ તેના હાથમાં રહેલ લોખંડનો પાઇપનો એક ઘા જમણા પગના સાથળના ભાગે મારી દીધેલ જેથી અકીલભાઈ નીચે પડી ગયેલ.
આ વખતે જમાલ ભાઈ અબ્દુલભાઈ ભાસ તથા રિયાઝભાઈ કાદરભાઈ ભાસ પાછળથી બાઈક લઈને આવેલ અને જમાલભાઈએ તેના હાથમાં રહેલ તલવારનો એક ઘા જમણા હાથની કોણીના નીચેના ભાગે મારી દીધેલ અને રિયાઝભાઈ એના હાથમાં રહેલ લોખંડના પાઇપનો એક ઘા જમણા હાથના પોચાના ભાગે મારેલ અને અસ્ફાકભાઈ મહેબૂબભાઈ ભાસ એ ઢીંકાપાટુનો માર મારી જમાલભાઈ ભાસે જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ઇજાગ્રસ્ત અકિલભાઇને સારવાર અર્થે ખસેડાયેલ છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















