Mon, Nov 16, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

કારતકના પ્રથમ શનિવારે સાળંગપુરમાં ભક્તો ઉમટ્યા:લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દાદાનાં દર્શન; ભોજનાલયમાં મહાપ્રસાદ લીધો

વાગડિયા ચિંતન | બરવાળા, બોટાદ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ અને કારતક માસના પ્રથમ શનિવારે સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. ભક્તોએ દાદાનાં દર્શન કર્યા અને મંદિરના ભોજનાલયમાં મહાપ્રસાદ લીધો.

.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરમાં 14 નવેમ્બર, 2026ના રોજ દાદાને ઊનના પતંગિયા અને સૂર્યમુખીની ભાતવાળા વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દાદાને રિયલ ડાયમંડનો મુગટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમની સમક્ષ વિવિધ મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો હતો.

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 5:30 વાગ્યે કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીએ દાદાની પૂજા કરી હતી.

સવારે 7 વાગ્યે વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજીએ શણગાર આરતી ઉતારી હતી. વહેલી સવારથી મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links