- Gujarati News
- Local
- Gujarat
- Botad
- Barvala
- Salangpur Hanuman Temple Crowds; Botad Barvala Roads Jammed | Darshan
સાળંગપુર મંદિરે તહેવારોમાં લાખો ભક્તો દર્શને પહોંચ્યા:બોટાદ અને બરવાળાથી આવતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો; શાસ્ત્રી હરીપ્રકાશ દાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા
- કૉપી લિંક

સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિરે તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. મંદિરના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવ્યા છે.

બેસતા વર્ષથી અત્યાર સુધીમાં લાખો ભક્તોએ હનુમાનજીનાં દર્શન કર્યા અને પ્રસાદ લીધો. આગામી દિવસોમાં પણ ભક્તોની ભીડ રહેવાની શક્યતા છે.

સાળંગપુર ગામમાં અનેક જગ્યાએ ભક્તોની ભીડ જોવા મળી. મંદિર પરિસરમાં પણ એટલી ભીડ હતી કે ચાલવાની જગ્યા ઓછી પડી.

બોટાદથી સાળંગપુર અને બરવાળાથી સાળંગપુર જતા રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

‘કિંગ ઓફ સાળંગપુર’ તરીકે ઓળખાતી હનુમાનજીની વિરાટ પ્રતિમા પાસે ભક્તો સેલ્ફી લેતા જોવા મળ્યા. ડ્રોન દૃશ્યોમાં પણ ભક્તોની મોટી ભીડ દેખાઈ.

નવા વર્ષે મંદિરના શાસ્ત્રી હરીપ્રકાશ દાસજી સ્વામીએ ભાવિકોને આશીર્વાદ આપ્યા.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















