Mon, Nov 16, 2026Updated 02:42 PM IST
Google Preferred Source CTA

જલારામ બાપાની 227 મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી:જલારામ બાપાની 227 મી જન્મ જયંતિ નિમિતે બાપાને 300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો, 30 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદ નો લાભ લીધો

ભાવનગર2 કલાક પેહલા
  • કૉપી લિંક

રામધૂન, ધજા પૂજન, અન્નકૂટ દર્શન, મહાઆરતી, રક્તદાન શિબિર,મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન

.

આજે સમગ્ર વિશ્વમાં જેમની સેવાના નામના ડંકા વાગે છે તેવા વિશ્વ સંત જલારામ બાપાની 227 મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી આજરોજ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જલારામ મંદિર આનંદનગર ખાતે બાપા 300 થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવ્યો હતો, સવારથી જ દર્શનાર્થે મંદિર ખાતે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેમાં 30 હજાર થી વધુ ધર્મ પ્રેમી જનતા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

બાપાની જન્મ જયંતી નિમિતે જલારામ મંદિર આનંદનગરને રોશનીથી શણગારવામાં આવેલ છે, બાપાની જન્મ જયંતીના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે સવારે 8:30 કલાકે ધજા પૂજન સવારે 8:30 કલાકે બાપાનું પૂજન સવારે 11:00 કલાકે બાપાને 300થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો, જેના દર્શન તેમજ બપોરે 12:30 કલાકે બાપાની મહાઆરતી કરવામાં આવી હતી,

જલારામ જયંતીના દિવસે મંદિર સવારેથી રાત્રિ સુધી મંદિરના દર્શન ખુલ્લા રહેશે, સવારે 6.30 કલાકે બાપાની આરતી કરવામાં આવી હતી, જલારામ જયંતિ નિમિત્તે આનંદનગર જલારામ મંદિરે સવારે.9.30 થી 2 દરમ્યાન રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહકારથી રક્તદાન શિબિર, જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઇ રહ્યા છે,

જલારામ જયંતિના દિવસે આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 80,000 કરતાં વધુ ભક્તોજનો દર્શન નો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. જલારામ બાપાના મંત્ર સમાન ટુકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને સાર્થક કરતા ભાવનગરના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11 થી બપોરે 3 કલાક સુધી જલારામ મંદિર આનંદનગર ખાતે યોજાઈ રહ્યું છે, જેવા પ્રતિ વર્ષ 30,000 કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે. આથી સર્વ ભક્તજનોને બાપાની જન્મ જયંતીના રોજ મહાપ્રસાદ અને દર્શનનો લાભ ભાવિકોએ મોટી સંખ્યામાં લીધો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links