Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

18 વર્ષથી નહેરનું ટેકનિકલ લેવલિંગ ખોરવાયું:વેડચ ગામે ઓપરેટરે અતિશય પાણી છોડતાં ‎નિવૃત્ત સરકારી કર્મીનો ડાંગરનો પાક ગરકાવ

ભરૂચ7 દિવસ પેહલા
  • કૉપી લિંક

જંબુસર તાલુકાના વેડચ ગામના ઠાકરીયા વગા વિસ્તારમાંથી પસાર થતી ઉબેર માઇનોર-૧ પ્રશાખાની નહેરમાં સિંચાઈ વિભાગના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે.

.

ઓપરેટર દ્વારા નહેરમાં ક્ષમતા કરતાં અતિશય માત્રામાં પાણી છોડી દેવામાં આવતાં સ્થાનિક ખેડૂત અને ભરૂચ જિલ્લા પંચાયતના નિવૃત્ત સરકારી કર્મચારી નરેન્દ્ર વી. ભટ્ટના બ્લોક નંબર-૪૫૫ સ્થિત ખેતરમાં નહેરના પાણી ફરી વળ્યા હતા.

મોંઘા ભાવના બિયારણ અને કાળી મજૂરી કરીને પકવેલો ડાંગરનો તૈયાર પાક કાપણી સમયે જ પાણીમાં ડૂબી જતાં ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા 18 વર્ષથી આ નહેરનું ટેકનિકલ લેવલિંગ યોગ્ય નથી. નહેરની બંને બાજુથી સતત પાણીનું લીકેજ થતું રહે છે અને નહેરની પાળીઓની ઊંચાઈ પણ અત્યંત નીચી છે. જેના કારણે નહેરના છેવાડે આવેલા ખેતરોમાં દર વર્ષે ચોમાસા કે સિંચાઈ દરમિયાન પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે.

આ બાબતે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ઉચ્ચ સિંચાઈ અધિકારીઓને પુરાવા અને ફોટોગ્રાફ્સ સાથે વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નિંભર અને આળસુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

આગામી દિવસોમાં રવિ પાકની સીઝન પણ પ્રભાવિત થાય તેવી ભીતિ વચ્ચે ભોગ બનનાર ખેડૂતે સિંચાઈ વિભાગ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે બેદરકાર ઓપરેટર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ કરી પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા, નહેરનું સત્વરે રી-લેવલિંગ કરાવી લીકેજ કાયમ માટે બંધ કરવા અને ડાંગરના પાકને થયેલા વ્યાપક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા ભરૂચ જિલ્લા સિંચાઈ વિભાગ સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે.

કાપણીના સમયે જ પાક ધોવાઈ જતાં અને આગામી દિવસોમાં રવિ પાકની સીઝન પણ પ્રભાવિત થાય તેવી ભીતિ વચ્ચે ભોગ બનનાર ખેડૂતે સિંચાઈ વિભાગ સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.

તેમણે બેદરકાર ઓપરેટર સામે તાત્કાલિક ખાતાકીય તપાસ શરૂ કરવા, પાણીના પ્રવાહને તાકીદે નિયંત્રિત કરવા, નહેરનું સત્વરે રી-લેવલિંગ કરાવી લીકેજની સમસ્યા કાયમ માટે બંધ કરવા અને ડાંગરના પાકને થયેલા વ્યાપક નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા ભરૂચ જિલ્લા સિંચાઈ વિભાગ સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે.

ડાંગરની કાપણીનું કામ ચાલુ હતું ત્યારે આફત આવી ગઈ બ્લોક નંબર-455 ના ખેતરમાં ડાંગર અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આજરોજ ડાંગરની કાપણીનું કામ ચાલુ હતું તે દરમિયાન નહેરના પાણી છોડનાર ઓપરેટર દ્વારા વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં ખેતરમાં પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. - નરેન્દ્ર વી. ભટ્ટ, ખેડૂત

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links