Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

સાબરિયામાં પુસ્તકાલય ખુલતાં શહેર‎સુધી ધક્કા ખાવામાંથી વાચકોને મુક્તિ:છાત્રોને યુપીએસસી, જીપીએસસી સહિતના જરૂરી પુસ્તકો વિનામૂલ્યે ઉપલબ્ધ

ભરૂચ1 દિવસ પેહલા
  • કૉપી લિંક

વાલિયા તાલુકાના સાબરિયા ગામે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જ્ઞાનના નવા દ્વાર ખુલ્યા છે. તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય જશીલા વસાવા, સાબરિયા સરપંચ કિરણ અને મીરાપોર સરપંચ ધર્મેશ સહિતના આગેવા

.

આ પુસ્તકાલય શરૂ થવાથી સાબરિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રતિભાશાળી યુવાનોને સૌથી મોટો ફાયદો થશે. અત્યાર સુધી અભ્યાસ માટેના સંસાધનો અને શાંત સ્થળના અભાવે ગ્રામ્ય વિદ્યાર્થીઓને શહેરો તરફ દોડવું પડતું હતું. હવે ઘરઆંગણે જ યુપીએસસી, જીપીએસસી, તલાટી, બિનસચિવાલય, પોલીસ અને રેલવે જેવી સરકારી ભરતીઓની તૈયારી કરવાની સુવર્ણ તક મળી છે.

ખાસ કરીને આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના વિદ્યાર્થીઓને મોંઘા પુસ્તકો ખરીદવાના ખર્ચમાંથી મુક્તિ મળશે. ગામમાંથી જ ભવિષ્યના સરકારી અધિકારીઓ તૈયાર થશે. પુસ્તકાલયમાં ઉપલબ્ધ કરાવાયેલી મુખ્ય સુવિધાઓ- સાબરિયા ગામના આ નવનિર્મિત પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ કોઈપણ વિક્ષેપ વિના એકાગ્રતાથી વાંચન કરી શકે તે માટે સંપૂર્ણ શાંત અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.

અહીં યુપીએસસી, જીપીએસસી અને વર્ગ-3ની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી સંદર્ભ પુસ્તકો ઉપલબ્ધ કરાવાયા છે. અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ છે. રોજિંદા વર્તમાન પ્રવાહોની માહિતી માટે સામયિકો અને અખબારો પણ ઉપલબ્ધ કરાવાયા છે. આથી યુવાનોમાં સ્વઅભ્યાસની ટેવ વિકસે. તેઓ ઉચ્ચ હોદ્દાઓ સર કરી શકે.

પુસ્તકાલયમાં ઉપલબ્ધ કરાવાયેલી મુખ્ય સુવિધાઓ સાબરિયા ગામના નવનિર્મિત પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ કોઈપણ વિક્ષેપ વિના એકાગ્રતાથી વાંચન કરી શકે તે માટે શાંત અને સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. અહીં યુપીએસસી, જીપીએસસી અને વર્ગ-3ની વિવિધ પરીક્ષાઓ માટેના જરૂરી સંદર્ભ પુસ્તકો, અભ્યાસ સામગ્રી તેમજ રોજિંદા વર્તમાન પ્રવાહોની માહિતી માટેના સામયિકો અને અખબારો ઉપલબ્ધ કરાવાયા છે, જેથી યુવાનોમાં સ્વઅભ્યાસની ટેવ વિકસે અને તેઓ ઉચ્ચ હોદ્દાઓ સર કરી શકે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links