- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- RTO Announces E auction Of Fancy Series Numbers For Bikes And Cars
સિરીઝના 1 થી 9999 સુધીના તમામ નંબરોની હરાજી થશે:આરટીઓએ બાઈક- કાર માટે સિરીઝના ફેન્સી નંબરનું ઈ-ઓક્શન જાહેર કર્યું
- કૉપી લિંક
ભરૂચ આરટીઓ કચેરી દ્વારા વાહન માલિકો માટે ફેન્સી અને ગોલ્ડન- સિલ્વર નંબર મેળવવાની નવી તક સાથે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે.
ખાસ કરીને ટુ-વ્હીલર વાહનો માટે GJ16 EL અને કાર સહિતના ફોર-વ્હીલર એલએમવી વાહનો માટે નવી GJ16 FD સિરીઝ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં 0001 થી લઈને 9999 સુધીના તમામ પસંદગીના નંબરો માટે જાહેર બોલી બોલાશે. વાહન શોખીનો માટે આ પ્રક્રિયાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન 11 નવેમ્બર 2026ના રોજ સાંજે 4:00 વાગ્યાથી શરૂ થશે, જે 13 નવેમ્બર 2026ના રોજ બપોરે 3:59 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
ત્યારબાદ નોંધણી કરાવેલા અરજદારો માટે ઈ-ઓક્શન બિડિંગ 13 નવેમ્બર 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે શરૂ થઈને 15 નવેમ્બર 2026ના રોજ બપોરે 3:59 વાગ્યે બંધ થશે. નવા વાહન ખરીદનારા ચાલકો પોતાના મનપસંદ લકી કે વીઆઈપી નંબર સુરક્ષિત કરવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઇન પોર્ટલ પરથી સીધા ભાગ લઈ ઊંચી બોલી લગાવી શકે છે, જેનાથી ભરૂચ આરટીઓ તંત્રને પણ મોટી આવક થવાની શક્યતા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















