Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ગલગોટા અને ગુલાબની સૌથી વધુ માંગ:ભરૂચના ફૂલ બજારમાં ગલગોટા ગુલાબની ભારે ડિમાન્ડ જોવા મળી

ભરૂચ6 દિવસ પેહલા
  • કૉપી લિંક

દિવાળી અને વિક્રમ સંવત2083ના નૂતન વર્ષના આગમનને પગલે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લાના ફૂલ બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. નવા વર્ષના સ્વાગત, ઘરના આંગણે રંગોળી, વેપાર-ધંધાના સ્થળે પૂજન અને તોરણ બાંધવા માટે પરંપરાગત ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો

.

ચાલુ વર્ષે તહેવારોની સીઝનમાં ફૂલોના ભાવમાં વધારો થયો હોવા છતાં નાગરિકોમાં ખરીદીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સવારથી જ ફૂલ બજારો ગ્રાહકોની ભીડથી ધમધમી ઊઠ્યા છે. નવા વર્ષના પર્વે ઘર અને ઓફિસને શણગારવા માટે ગલગોટા (મેરીગોલ્ડ) અને ગુલાબના ફૂલોની ખરીદી સૌથી વધુ થઈ રહી છે.

ગલગોટાના તોરણ અને છૂટા ફૂલોની ખરીદી માટે ભરૂચના સ્ટેશન રોડ, કટોપોર બજાર અને શ્રવણ ચોકડી જેવા વિસ્તારોમાં સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત, ભગવાનની પૂજા અને સ્નેહીજનોને શુભેચ્છા આપવા માટે ગુલાબની સાથે કમળ અને મોગરાના ફૂલોની પણ સારી એવી ડિમાન્ડ રહી છે.

સામાન્ય દિવસોની સરખામણીએ તહેવારોમાં ફૂલોના ભાવ બમણા કે ત્રણ ગણા થઈ ગયા છે. તેમ છતાં, લોકો શુકનવંતા તહેવારની ઉજવણીમાં કોઈ કસર છોડવા માંગતા ન હોવાથી બજારમાં મોટો આર્થિક કારોબાર નોંધાયો છે. ફૂલ બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગ્રાહકોનો ઘસારો ઘણો સારો છે, જેથી મોંઘવારી વચ્ચે પણ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links