Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ભરૂચમાં ફટાકડાથી એક્યુઆઈ લેવલ 1300ને પાર:પ્રદૂષણનું સ્તર ચિંતાજનક હદે વધી જતાં ઔદ્યોગિક વસાહતો વચ્ચે નાગરિકોનો શ્વાસ રૂંધાયો

ભરૂચ6 દિવસ પેહલા
  • કૉપી લિંક

સમગ્ર દેશ અને રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ ઉજવણી બાદ ભરૂચ પર પ્રદૂષણનું મોટું સંકટ આવી પડ્યું છે. દિવાળી દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાના ધુમાડાની સીધી અસર પર્યાવરણ પર જોવા મળી છે, જેના કારણે ભ

.

ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલા ભરૂચમાં પ્રદૂષણનું આ સ્તર ચિંતાજનક હદે વધી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દિવાળીની રાત્રે અને ત્યારબાદ સવાર સુધી ફૂટેલા ફટાકડાના કારણે હવામાં ભારે ધુમાડો ભળી ગયો હતો. ભરૂચ, અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં સવારના સમયે વિઝિબિલિટી (દ્રશ્યતા) પણ ઓછી થઈ ગઈ હતી.

કેમિકલ અને અન્ય ઉદ્યોગો ધરાવતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત હોવાને કારણે અહીં સામાન્ય દિવસોમાં પણ હવાની ગુણવત્તા મધ્યમ રહે છે, પરંતુ તહેવારના ધુમાડાએ સ્થિતિ વધુ વણસાવી દીધી છે. એકયુઆઈ લેવલ 1300ને પાર પહોંચી જતાં ભરૂચના નાગરિકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બન્યા છે.

ખાસ કરીને અસ્થમા, શ્વાસની તકલીફ વાળા માટે આ સ્થિતિ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે. હવામાં PM 2.5 અને PM 10નું પ્રમાણ વધી જવાથી આગામી દિવસોમાં મોટો ઉછાળો આવી શકે છે.

દિવાળી પર્વે એક્યુઆઈ લેવલ અત્યંત જીવલેણ સાબિત પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે હવાની શુદ્ધતા જાળવી રાખવી અત્યંત જરૂરી છે. સામાન્ય રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ 0 થી 50 ની વચ્ચે હોવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ સ્તરે હવામાં પ્રદૂષણ નહિવત હોય છે અને શ્વાસ લેવા માટે તે એકદમ સુરક્ષિત ગણાય છે. જો એક્યુઆઈ લેવલ 100 થી ઉપર જાય તો તે ચિંતાનો વિષય બને છે અને 400 થી ઉપર જતાં સ્થિતિ કટોકટીભરી બની જાય છે. ભરૂચમાં નોંધાયેલું 1300થી વધુનું એકયુઆઈ લેવલ સામાન્ય મર્યાદા કરતાં અનેક ગણું વધારે અને અત્યંત જીવલેણ છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links