Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

આયોજન:ઝાડેશ્વરના નર્મદા પાર્ક પાસે છઠ મહોત્સવને આખરી ઓપ

ભરૂચ2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ભરૂચમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છેલ્લા 32 વર્ષથી ચાલી આવતી આસ્થાની પરંપરા મુજબ આ વર્ષે પણ ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા નર્મદા પાર્ક ઓવારા ખાતે દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ચાર દિવસીય છઠ મહોત્સવનો પ્રારંભ થયો છે.

.

જિલ્લાભરમાંથી 25,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આયોજન સ્થળે મંડપ, લાઇટિંગ, સુરક્ષા, પૂજા સહિતની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવાઈ છે.

દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂતે જણાવ્યું કે, ચાર દિવસીય આ મહાપર્વના પ્રથમ દિવસે ''નહાય-ખાય'' અને બીજા દિવસે ''ખરના''ની વિધિ થશે. ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અર્પણ થશે. ચોથા દિવસે ઉગતા સૂર્યને પ્રાતઃ અર્ઘ્ય અર્પણ કરીને પૂજાનું સમાપન થશે. વ્રતધારી મહિલાઓ અને પુરુષો પવિત્ર નર્મદા નદીના જળમાં ઊભા રહીને પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધના કરશે.

જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાતો આ મહોત્સવ દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરશે. તે ત્રણ દાયકાથી વધુ સમયથી ભરૂચમાં વિવિધ પ્રાંતના લોકો વચ્ચે સાંસ્કૃતિક એકતા અને સામાજિક સદભાવની મજબૂત મિસાલ પૂરી પાડી રહ્યો છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links