- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- 15 Fire Incidents In Bharuch On Diwali, Fire Brigade Brings Them Under Control
કચરામાં આગ, રહેણાંક મકાનો અને ગેસ લીકેજના કોલ મળ્યા:ભરૂચમાં દિવાળી પર્વે આગના 15 બનાવો, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
- કૉપી લિંક
દિવાળીના પર્વ નિમિત્તે ફટાકડા ફોડવાના ઉત્સાહ વચ્ચે ભરૂચ શહેરમાં 8 અને 9 નવેમ્બરની મોડી રાતથી વહેલી સવાર સુધી આગ લાગવાના 15 જેટલા બનાવો બન્યા હતા. ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના અગમચેતીનું આયોજન અને સતર્કતાના કારણે તમામ આગને વિકરાળ બનતાં અટકાવી મોટી જાનહ
તહેવાર પૂર્વે જ નવા ફાયર સ્ટેશન ખાતે 2 અને નગરપાલિકા ફાયર સ્ટેશન ખાતે 2 મળી કુલ 4 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ફાયર કંટ્રોલ રૂમને જંબુસર બાયપાસ, એબીસી ચોકડી, ઝાડેશ્વર, પાંચબત્તી, શક્તિનાથ સર્કલ, હાજીખાના બજાર, તવરા રોડ અને જૂના બજાર વિસ્તારમાં કચરામાં આગ લાગવાના તેમજ જીઆઈડીસી ફેઝ-2માં શેડ પર આગ લાગવાના કોલ મળ્યા હતા.
આ ઉપરાંત નવાડેરા, લાલુભાઈ ચકલા, કંસારવાડ અને હિતેશ નગરમાં રહેણાંક મકાનોમાં આગ તેમજ આલી હરિજન વાસ પાસે કચરામાં ગુજરાત ગેસની લાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી. નજીકની ફાયર ટીમોએ મિનિટોમાં પહોંચી આગ બુઝાવી દેતા સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















