- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Jhagadia
- Amod Housing Project Inauguration; Ritesh Vasava Oversees GMDC Development
GMDC 12 મહિનામાં આમોદમાં 140 મકાન બનાવશે:ધારાસભ્ય રિતેશ વસાવાની હાજરીમાં ખાતમુહૂર્ત; પુનર્વસન યોજના હેઠળ નવા મકાનોનું નિર્માણ થશે
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદમાં પુનર્વસન યોજના હેઠળ નવા મકાનોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. GMDCએ 12 મહિનામાં 140 મકાનો બનાવવાની ખાતરી આપી. કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રાંત અધિકારી પંકજ વલવઈ હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. ત્યારબાદ તેમનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું. આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને ગ્રામજનોએ ધારાસભ્ય રિતેશ વસાવાનું સન્માન કર્યું.બ્રિગેડિયર સત્ય પ્રકાશ રાવતે કહ્યું કે આગામી 12 મહિનામાં મકાનોનું નિર્માણ પૂરું કરાશે.

આમોદનાં સરપંચ રંજનબેન વસાવાએ જણાવ્યું કે નવા આમોદ ગામમાં 223 લોકોને પ્લોટ ફાળવાયા હતા. ચોમાસામાં મકાનોમાં પાણી ભરાતું હોવાથી ગ્રામજનોએ GMDC સમક્ષ રજૂઆત કરી હતી. ત્યારબાદ ખાસ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં 223 ગ્રામજનોએ સંમતિ આપી હતી.

રંજનબેન વસાવાએ કહ્યું કે GMDC 140 મકાનો બનાવશે. તેમણે આ કામ માટે ધારાસભ્ય રિતેશ વસાવાએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમના પ્રયાસોથી મકાનોના નિર્માણનો માર્ગ ખુલ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.

સરપંચે GMDCનો આભાર માન્યો અને મકાનો બનાવનારા કોન્ટ્રાક્ટરને જરૂરી સહકાર આપવા ગ્રામજનોને અપીલ કરી. તેમણે કાર્યક્રમમાં આવેલા મહાનુભાવો અને ગ્રામજનોનો આભાર પણ માન્યો.
આમોદ પુનર્વસન યોજના હેઠળ મકાનો સમયમર્યાદામાં બને અને ગ્રામજનોને સુવિધાવાળાં આવાસ મળે તેવી આશા ગ્રામજનો રાખી રહ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















