- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Ankleshwar
- The Fare Has Been Fixed At Rs. 250 For Pedestrians And Rs. 500 Per Person For Passengers With Vehicles.
ભાસ્કર એક્સક્લૂસિવ:વમલેશ્વર-લખીગામ હોડીઘાટનો ઈજારો મંજૂરપરિક્રમાર્થીઓને 50 લાખનું વીમા કવચ મળશે
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વરથી લખીગામ-લુહારા સુધી નર્મદા નદી પાર કરાવતા હોડીઘાટનો ચાલુ વર્ષનો ઈજારો જિલ્લા પંચાયત દ્વારા હરાજી પ્રક્રિયા હેઠળ રૂ. 31 લાખમાં મંજૂર કરવામાં આવ્યો છે.
નર્મદા પરિક્રમાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મુસાફરોની સલામતી માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને જિલ્લા પંચાયત દ્વારા કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે. તેમાં દરેક મુસાફરનું આઈડી કલેક્શન, વીમા કવચ, લાઇફ જેકેટ, તાલીમબદ્ધ સ્ટાફ, દર ત્રણ મહિને મોકડ્રિલ જેવી જોગવાઈઓ રાખવામાં આવી છે.
દશેરાથી શરૂ થયેલી નર્મદા પરિક્રમામાં દિવાળી બાદ શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધ્યો છે. નર્મદા સંગમનું ધાર્મિક મહત્વ હોવાથી પરિક્રમાર્થીઓ અહીંથી આશરે 35 કિમીનો જળમાર્ગ 2થી 2.30 કલાકમાં પાર કરે છે. તેઓ પરિક્રમાના બીજા ચરણમાં પ્રવેશ કરે છે.
ગત વર્ષે આ માર્ગે 70 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ નર્મદા સંગમ પાર કર્યો હતો. યાત્રીઓની અવરજવર સરળ બનાવવા ઘાટ પર બે જેટીની વ્યવસ્થા કરાઇ છે. પગપાળા પરિક્રમા કરતા યાત્રીઓ માટે વ્યક્તિદીઠ રૂ. 250 ભાડું અને વાહન સાથેના પરિક્રમાર્થીઓ માટે વ્યક્તિદીઠ રૂ. 500 ભાડું નક્કી કરાયું છે.
મુસાફરો ઓનલાઇન બુકિંગ પણ કરાવી શકશે. એડવાન્સ બુકિંગમાં મુસાફરીની તારીખ, સમય, ક્યુઆર કોડ ધરાવતી ટિકિટ આપવામાં આવશે. મુસાફરોની ઓળખ માટે નામ, મોબાઇલ નંબર, આઈડીની નોંધણી ફરજિયાત કરાઈ છે.
બોટ સંચાલન માટે કડક નિયમો
- બોટમાં સવાર દરેક મુસાફર અને બાળક માટે યોગ્ય માપના લાઇફ જેકેટ ફરજિયાત.
- દોરડા સાથેના લાઇફબોય, સીટી, ફ્લેશલાઇટ અને ફર્સ્ટ એઇડ કિટ રાખવી પડશે.
- ફાયર એક્સ્ટિંગ્વિશર અને વોકી-ટોકી સહિતનાં સલામતી સાધનો કાર્યરત હોવા જરૂરી.
- ગુજરાત મેરિટાઇમ બોર્ડનું પ્રમાણપત્ર ધરાવતા સહાયકોની નિમણૂક કરવી પડશે.
- મુસાફરી પહેલાં સ્થાનિક ભાષા અને હિન્દીમાં સલામતીની માહિતી આપવી પડશે.
- બોટની ક્ષમતા, ગતિમર્યાદા અને કટોકટીમાં લેવાતાં પગલાંની જાણકારી ફરજિયાત.
- ભારે પવન કે ખરાબ હવામાનમાં બોટનું સંચાલન બંધ રાખવું પડશે. DWSC અને CWSC દ્વારા દર ત્રણ મહિને મોકડ્રિલ યોજી સલામતીની સમીક્ષા કરાશે.
હોડીઘાટની વ્યવસ્થાનીઆંકડાકીય માહિતી
- 31 લાખ રૂપિયા હોડીઘાટનો ઈજારો
- 70 હજારથી વધુ ગત વર્ષની પરિક્રમા વાસી સંખ્યા
- 35 કિમી જળમાર્ગની લંબાઈ
- 2થી 2.30 કલાકનીમુસાફરીનો સમય
- 2 જેટીની સંખ્યા
- 250 રૂપિયા પગપાળા યાત્રી નું ભાડું
- 500 રૂપિયા વ્યક્તિદીઠ વાહન સાથેના યાત્રી નું ભાડું
- 50 લાખ રૂપિયા સુધી અકસ્માતે મૃત્યુ નું વીમા કવચ
- 25 લાખ રૂપિયા સુધી કાયમી દિવ્યાંગતાનો વીમા કવચ
- 3 મહિને મોકડ્રિલ
35 કિમીના જળમાર્ગમાં ભરતી-ઓટનું જોખમ નર્મદા સંગમનો આ વિસ્તાર વિશાળ જળવિસ્તાર ધરાવે છે અને દરિયાઈ ભરતી-ઓટની સીધી અસર હેઠળ આવે છે. આથી હોડીઓના સંચાલનમાં પાણીના પ્રવાહ, પવનની ગતિ અને હવામાનની સ્થિતિનું ધ્યાન રાખવું જરૂરી છે. આશરે 35 કિમીનો જળમાર્ગ પાર કરવામાં આવે છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















