Mon, Nov 16, 2026Updated 02:24 PM IST
Google Preferred Source CTA

દીવા રોડ પર નાળાના બાંધકામમાં બેદરકારી, પીસીસી પર પાણી ભરાયું:અધિકારીઓના સુપરવિઝન અને કોન્ટ્રાક્ટરની કામગીરીની તપાસની માંગ

અંકલેશ્વર9 કલાક પેહલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના દીવા રોડ પર દાંડી માર્ગ સ્થિત ઓરેન્જ સિટી પાસે નિર્માણાધીન નાળાની કામગીરી ફરી વિવાદમાં આવી છે. નાળાના બાંધકામ દરમિયાન તાજા પીસીસી પર એમએસ-29 કાંસનું ગંદું પાણી ફરી ભરાતાં બાંધકામની ટેકનિકલ ગુણવત્તા અને લાંબા ગાળાની ટકાઉ ક્ષમતા સામે સવાલો

.

ગંદા પાણીના ડાયવર્ઝન માટે આગોતરી વ્યવસ્થા ન કરાઈ હોવાના આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. કેન્દ્ર સરકારના દાંડી માર્ગ વિભાગના અધિકારીઓની સુપરવિઝન સામે પણ સવાલો ઊઠ્યા છે.

નાળાના નિર્માણમાં પીસીસીની કામગીરી પૂર્ણ થયા બાદ ગંદા પાણીનો પ્રવાહ અટકાવવા કે અન્ય દિશામાં વાળવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી હતી. જોકે, એમએસ-29 કાંસના પાણીનો પ્રવાહ યથાવત રહેતાં તાજા પીસીસી પર ફરી ગંદું પાણી ભરાયું હોવાનું સામે આવ્યું છે.

આ સ્થિતિને પગલે બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ, કામની પદ્ધતિ, નિર્ધારિત ટેકનિકલ ધોરણોના પાલન અંગે તપાસ કરવાની માગ ઊઠી છે. કેન્દ્ર સરકારના દાંડી માર્ગ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ પર નિયમિત દેખરેખ રાખવામાં આવે છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે.

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ જાહેર બાંધકામોમાં ગુણવત્તા અને સલામતી અંગે પૂરતી તકેદારી રાખવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યો છે. સ્થાનિકોમાં એવી માગ ઊઠી છે કે સંબંધિત નાળાના બાંધકામની ઉચ્ચસ્તરીય ટેકનિકલ તપાસ કરાવી કોન્ટ્રાક્ટરની કામગીરી, ટેન્ડરની શરતો, વર્ક ઓર્ડર, મટિરિયલ ટેસ્ટિંગ રિપોર્ટની ચકાસણી કરવામાં આવે.

પીસીસીમાં ગંદું પાણી ભરાય તો બાંધકામને શું જોખમ પીસીસીમાં ગંદું પાણી ભરાય તો બાંધકામને શું જોખમ હોય છે. પીસીસી એટલે પ્લેન સિમેન્ટ કોંક્રિટ. બાંધકામમાં પાયો તૈયાર કરવા અને સપાટી બનાવવા તેનો ઉપયોગ થાય છે. પીસીસી નાખ્યા બાદ કોંક્રિટને યોગ્ય રીતે સેટ થવા અને મજબૂતાઈ મેળવવા માટે નિયંત્રિત પરિસ્થિતિ જરૂરી છે. માત્ર ગંદું પાણી ભરાવાથી પીસીસી નબળું પડ્યું છે એવું સાબિત થતું નથી. પાણી કેટલો સમય ભરાયું, કોંક્રિટની ઉંમર કેટલી હતી અને મિશ્રણમાં કેટલો ફેરફાર થયો તેની તપાસ તથા જરૂરી લેબોરેટરી ટેસ્ટ બાદ જ ગુણવત્તા અંગે નિષ્કર્ષ આવી શકે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links