- Gujarati News
- Local
- Gujarat
- Bharuch
- Amod
- Amod Stray Cow Attacks Children; Locals Rescue Kids In Municipality Ward
આમોદમાં રખડતી ગાયે બે બાળકોને અડફેટે લેતાં નાની-મોટી ઈજા:બાળકોની ચીસો સાંભળીને સ્થાનિકોએ દોડી આવી બંનેનો જીવ બચાવ્યો
- કૉપી લિંક

ભરૂચ જિલ્લાના આમોદમાં રખડતી ગાયે બે બાળકોને અડફેટે લીધા હતા. બાળકોની ચીસો સાંભળીને સ્થાનિકો દોડી આવ્યા અને બંનેને બચાવ્યા. બાળકોને નાની-મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં બની હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગાયે બાળક
આમોદમાં રખડતાં પશુઓ રસ્તા પર ફરી રહ્યાં છે. થોડા સમય પહેલાં નગરપાલિકાએ પશુ પકડવાની કામગીરી કરી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે એક દિવસની કામગીરી પછી પશુઓ ફરી રસ્તા પર આવી જાય છે.
સ્થાનિકો કહે છે કે તેઓ આ સમસ્યા નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખ સમક્ષ વારંવાર રજૂ કરે છે. તેમના જણાવ્યા મુજબ, પશુ પકડવા અને કચરાના મુદ્દા સિવાય અન્ય બાબતો અંગે યોગ્ય જવાબ મળતો નથી. રખડતાં પશુઓ ઉપરાંત રખડતા શ્વાનની સમસ્યા પણ વધી રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. તેઓ બંને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નગરપાલિકા પાસે આયોજન કરવાની માગ કરી રહ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















