- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Tharad
- Shankar Chaudhary Visits Changada Gaushala | Banaskantha Cattle Death
ચાંગડા ગૌશાળામાં 44 ગાયોનાં મોત બાદ વિધાનસભાના અધ્યક્ષે મુલાકાત લીધી:શંકર ચૌધરીએ ગૌશાળા ટ્રસ્ટીઓ પાસેથી વિગતો મેળવી હતી;સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પી
- કૉપી લિંક

વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ચાંગડા ગામની ધણીધર ગૌશાળામાં 44 જેટલી ગાયોનાં મોતની ઘટના બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી. તેમણે ગૌશાળાના ટ્રસ્ટીઓ પાસેથી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી અને મૃત ગાયોન
ફૂડ પોઈઝનિંગની આશંકા અને પશુચિકિત્સકો દ્વારા સારવાર રાહ તાલુકામાં આવેલી આ ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગની આશંકા વચ્ચે ગાયોનાં મોત થયાં હતાં. ગાયોની તબિયત બગડ્યા બાદ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શંકર ચૌધરીએ સારવાર અને ગૌશાળાની હાલની સ્થિતિ વિશે પણ જાણકારી મેળવી હતી. પશુચિકિત્સકોની ટીમે બીમાર ગાયોની સારવાર કરી હતી, જેના દ્વારા અનેક ગાયોના જીવ બચાવી શકાયા હતા.

ગાયોના સમાધિ સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરાઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગૌશાળા પરિસરમાં આવેલા મૃત ગાયોના સમાધિ સ્થળે પણ ગયા હતા અને ત્યાં પુષ્પાંજલિ અર્પી હતી. ગૌશાળામાં એકસાથે 44 ગાયોનાં મોતની આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ગૌપ્રેમીઓ અને પશુપાલકોમાં દુઃખની લાગણી ફેલાઈ હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















