- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Tharad
- Groundnut Truck Fire In Mavsari Bakhasar Road | Fire Brigade Action
માવસરી-બાખાસર રોડ પર મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી:વાયરિંગમાં શોર્ટ સર્કિટની આશંકા; એન્જિન, કેબિન અને આગળનાં ટાયર બળ્યાં, 90 ટકા માલ બચ્યો
- કૉપી લિંક

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં માવસરી-બાખાસર રોડ પર ગુરુવારે વહેલી સવારે મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. વાયરિંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા છે.
આગની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું કે વહેલી સવારે ફાયર બ્રિગેડને ટ્રકમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આગમાં ટ્રકનું એન્જિન, કેબિન અને આગળનાં ટાયર બળીને નુકસાન થયું હતું. ટ્રકમાં ભરેલી મગફળીમાંથી અંદાજે 90 ટકા માલ બચાવી લેવાયો હતો.
GJ-08-AW-3538 નંબરની ટ્રક મોરબી જિલ્લાના ટંકારાથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોહટન જઈ રહી હતી. રસ્તામાં ટ્રકમાં આગ લાગી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















