- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Tharad
- Geniben Thakor Statement; Vav Tharad Drugs Capital & Drought Crisis
થરાદમાં કોંગ્રેસના સ્નેહમિલનમાં સાંસદે સરકાર સામે સવાલ ઉઠાવ્યા:વાવ-થરાદ જિલ્લો ડ્રગ્સનું કેપિટલ બની રહ્યો હોવાનો ગેનીબેનનો આક્ષેપ; બનાસકાંઠા-થરાદને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ
- કૉપી લિંક

થરાદ ખાતે વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર સામે વિવિધ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્
દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મુદ્દે ગેનીબેન ઠાકોરના આક્ષેપ સાંસદ ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો હતો કે સરકાર બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે સવાલ કર્યો હતો કે ડીસાના રાજ્યમંત્રી પ્રવીણ માળી, વાવ-થરાદના રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેવા નેતાઓ હોવા છતાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલાતા નથી.

ઘાસચારા ડેપો અને કેનાલના પાણી મુદ્દે પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જિલ્લામાં શરૂ કરાયેલા ઘાસચારા ડેપોને લઈને ભાજપના સ્થાનિક નેતાઓ રાજકારણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે વિસ્તારની કેનાલોમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતું હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

જિલ્લામાં ડ્રગ્સ અને હપ્તાખોરી વધતી હોવાનો આક્ષેપ ગેનીબેન ઠાકોરે વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સનું પ્રમાણ વધતું હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે જિલ્લો ડ્રગ્સનું કેપિટલ બની રહ્યો છે અને યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આ સાથે જ તેમણે વહીવટી તંત્રના અધિકારીઓ સામે હપ્તાખોરીના આક્ષેપો પણ કર્યા હતા.

2027ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણેય બેઠકો જીતવાનો દાવો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે 2027ની વિધાનસભા ચૂંટણીમાં વાવ-થરાદ જિલ્લાની ત્રણેય બેઠકો પર કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સ્નેહમિલનમાં કોંગ્રેસના આગેવાનોએ આગામી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા અને કાર્યકરોને સક્રિય કરવા અંગે ચર્ચા કરી હતી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















