Mon, Nov 16, 2026Updated 02:42 PM IST
Google Preferred Source CTA

ચાંગડા ગૌશાળામાં 44 ગાયોનાં મોત બાદ પશુપાલકોને સલાહ:પશુ ડૉકટરે કહ્યું- કુમળો અને બફાયેલો લીલો ચારો ચકાસીને જ ખવડાવો

વસરામ ચૌધરી | થરાદ4 દિવસ પેહલા
  • કૉપી લિંક

વાવ-થરાદના ચાંગડા ગામની ધરણીધર ગૌશાળામાં 44 ગાયોનાં મોત બાદ પશુચિકિત્સક ડૉ. એન. એસ. ગઢવીએ પશુપાલકોને લીલો ચારો ચકાસીને ખવડાવવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કુમળો અથવા બફાયેલો ચારો પશુઓ માટે જોખમી બની શકે છે.

.

ડૉ. ગઢવીના જણાવ્યા મુજબ, ગૌશાળામાં બપોરે ગાયોને લીલો મકાઈનો ચારો ખવડાવવામાં આવ્યો હતો. રાત્રે પશુઓમાં ઝેરી ખોરાકની અસર જોવા મળી હતી.

ઘટનાની જાણ થતાં પશુચિકિત્સકોની ટીમ ગૌશાળા પહોંચી હતી. ત્યાં આશરે 44 ગાયોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું. 60 જેટલી ગાયોને સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ તમામ ગાયો તંદુરસ્ત હોવાનું ડૉ. ગઢવીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે લીલો ચારો પશુઓના સમતોલ આહારનો ભાગ છે. પરંતુ રજકો, બાજરી, જુવાર અને મકાઈનો કુમળો અથવા પૂરતો પાક્યો ન હોય એવો ચારો વધુ પ્રમાણમાં ખવડાવવાથી તેમાં રહેલાં ઝેરી તત્ત્વોની અસર થઈ શકે છે.

ખાસ કરીને પ્રથમ વાઢ પછી નીકળેલા નવા કુમળા અંકુર પૂરતા પાકે તે પહેલાં ખવડાવવાથી પશુઓના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. પશુઓને લીલો ચારો, સૂકો ચારો અને દાણ યોગ્ય માત્રામાં આપવાં જોઈએ.

ચારો ખવડાવતાં પહેલાં તેની ગુણવત્તા અને પાકવાની સ્થિતિ તપાસવી જોઈએ. ચારો ભેજવાળો કે બફાયેલો હોય તો તેને ખુલ્લી જગ્યાએ તડકામાં પાથરી રાખવો. ભેજ અને બફારો દૂર થયા પછી જ પશુઓને ખવડાવવો.

ડૉ. ગઢવીએ પશુપાલકોને લીલો ચારો યોગ્ય અવસ્થાએ અને સંતુલિત માત્રામાં ખવડાવવા તથા પશુઓના સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links