Mon, Nov 16, 2026Updated 02:36 PM IST
Google Preferred Source CTA

ચંદનગઢ-અસારા રોડના કામમાં ખારી રેતીના ઉપયોગનો ગંભીર આક્ષેપ:પાણીનો છંટકાવ ન થતાં ધૂળની ડમરીઓથી રહીશો પરેશાન;કામની ગુણવત્તા ચકાસવા સ્થાનિકોની ઉગ્ર માગ

વસરામ ચૌધરી | થરાદ4 દિવસ પેહલા
  • કૉપી લિંક

વાવ-થરાદના ધરણીધર તાલુકાના સરહદી વિસ્તારમાં ચંદનગઢથી અસારા સુધી નિર્માણ પામી રહેલા નવા કસ્ટમ રોડના બાંધકામ સામે સ્થાનિક નાગરિકોએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડના નીચેના ભાગમાં ખારી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે રસ્

.

ધૂળની ડમરીઓ અને ટાયર પંચર થવાથી લોકો ત્રાહિમામ્ ચંદનગઢથી ચોથાનેસડા, રાછેણા અને લોદરાણી થઈ અસારા સુધીના માર્ગ પર કપચી અને રેતી પાથરવામાં આવી છે, પરંતુ તેના પર પૂરતું પાણી છાંટવામાં આવતું નથી. પરિણામે વાહનો પસાર થતાં જ ધૂળની ડમરીઓ ઊડે છે, જેનાથી ખાસ કરીને ટુ-વ્હીલરચાલકોને ભારે હાલાકી પડે છે અને કપચીને કારણે વાહનોનાં ટાયર પંચર થવાની ફરિયાદો ઉઠી છે. રોડની બાજુમાં રહેતા પરિવારોના ઘરોમાં ધૂળ ઘૂસી જતી હોવાથી રસોઈ બનાવવા સહિતના રોજિંદા કામકાજમાં પણ અડચણ ઊભી થઈ રહી છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવા સ્થાનિકોની માગ સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર આ સમસ્યા અંગે અગાઉ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ માવસરીથી ચંદનગઢ સુધી બનેલા રોડમાં પણ ગેરરીતિના આક્ષેપો વચ્ચે ઠેરઠેર ખાડા પડી ગયા હતા. હવે નવા બની રહેલા રોડમાં અગાઉ જેવી પરિસ્થિતિ ફરી ન સર્જાય અને સરકારી નાણાંનો વ્યય ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરીને સામગ્રીની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links