- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Tharad
- Banaskantha Liquor Seizure; Tharad Police Recover Consignment At Khoda
થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી દારૂનું કન્ટેનર ઝડપ્યું:જિલ્લામાં મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયાની પ્રથમ મોટી ઘટના; ₹ 3.28 કરોડનો મુદ્દામાલ કબજે
- કૉપી લિંક

થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન એક ટ્રેલર કન્ટેનરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 60,444 બોટલ ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પોલીસે ₹ 2.98 કરોડની કિંમતનો દારૂ, ટ્રેલર અને અન્ય સામાન સહિત કુલ ₹ 3,28,75,385 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચેકિંગ હાથ ધરાયું બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ચેકિંગ દરમિયાન થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પર શંકાસ્પદ ટ્રેલરને અટકાવીને તપાસ કરતા કન્ટેનરમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જિલ્લામાં દારૂ ઝડપાયાની પ્રથમ મોટી ઘટના વાવ-થરાદ જિલ્લામાં આટલી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હોવાની આ પ્રથમ ઘટના છે. હાલ પોલીસે પકડાયેલા ટ્રેલર ચાલક અને ક્લીનર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જોકે દારૂની હેરાફેરી ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવી રહી હતી તે અંગે વધુ વિગતો આપવામાં આવી નથી.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















