- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Kankrej
- Thara Youth Bharatji Thakor Dies In Changa Canal | Banaskantha News
ચાંગા કેનાલમાંથી 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર:થરા ગામના ભરતજી ઠાકોરે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા, NDRFની મદદથી મૃતદેહ બહાર કઢાયો
ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)4 દિવસ પેહલા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાની ચાંગા કેનાલમાંથી 32 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો છે. યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા છે.
.

પ્રાથમિક માહિતી મુજબ, થરા ગામના ભરતજી જીવણજી ઠાકોર (આશરે 32 વર્ષ), જે તેરવાડિયામાં રહેતા હતા, તેમણે ગઈકાલે કેનાલમાં ઝંપલાવ્યું હતું.

જાણ થતાં NDRFની ટીમની મદદથી કેનાલમાં શોધખોળ શરૂ કરાઈ હતી. બાદમાં યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાની જે.વી. શાહ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. યુવકે કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તે હજુ જાણવા મળ્યું નથી.

આ મામલે થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
ન્યૂઝ હજી બાકી છે
પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો
















