Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

કાંકરેજના રણાવાડા જાગીરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ:ત્રણ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે પાટણ ખસેડાયા, 2 આરોપીની અટકાયત

ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)2 દિવસ પેહલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ગામે એક જ સમાજના 2 જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ હિંસક ઘટનામાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે કાર

.

ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પાટણ ખસેડાયા આ જૂથ અથડામણમાં સોમાભાઈ શંકરભાઈ, રઘુભાઈ શંકરભાઈ અને રમેશભાઈ સોમાભાઈને માથા, હાથ તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ઈજાઓ ગંભીર હોવાથી અને વધુ સારવાર માટે પાટણ સિવિલ ખાતે રિફર કરાયા છે.

પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી રણાવાડા જાગીર ગામે 2 જૂથો વચ્ચે અથડામણની જાણ થતા શિહોરી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી અને ગણતરીના સમયમાં 2 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. હાલ શિહોરી પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links