Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

નાણોટામાં બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી:આદિવાસી નૃત્યમાં ભાગ લેનારી દીકરીઓનું સન્માન; પાંચ શાળાની માહિતી અપાઈ

ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)22 કલાક પેહલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નાણોટા ગામે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી

.

પ્રોગ્રામ ઓફિસર સુહાનાબેન મીરે બનાસકાંઠા જિલ્લામાં ચાલતી આદિવાસી સમાજની પાંચ શાળાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણીનું ઓનલાઇન જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, કૃણાલ ભટ્ટ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ, બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, થરા માર્કેટ યાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ અને જામાંભાઈ દેસાઈ વડા હાજર રહ્યા હતા.

જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ પટેલ, કિસાન મોરચાના મહામંત્રી વિપુલ દેસાઈ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર અને ધાનેરા APMCના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત કાંકરેજ તાલુકાના નાયબ મામલતદાર વિજયભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ દેસાઈ, યુવા મોરચાના ઉપપ્રમુખ કૃણાલ શાહ, બક્ષીપંચ કારોબારી સભ્ય લખાભાઈ દરજી અને બક્ષીપંચ મોરચાના મંત્રી વનુભા ડાભી હાજર રહ્યા હતા.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links