Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

ભાઈબીજના દિવસે ઓગડજી મહારાજની ધજા ચઢાવાઈ:બનાસકાંઠાના આકોલી દરબાર ગઢમાં વાઘેલા પરિવારની પરંપરા મુજબ પૂજા અને ધજા ચઢાવવાનો કાર્યક્રમ યોજાયો

ભગવાનભાઈ રાયગોર | કાંકરેજ, બનાસકાંઠા (પાલનપુર)5 દિવસ પેહલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ઓગડ ચોક દરબાર ગઢમાં ભાઈબીજના દિવસે શ્રી ઓગડજી મહારાજની ધજા ચઢાવવામાં આવી. વર્ષોની પરંપરા મુજબ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

.

શ્રી ઓગડજી મહારાજ અને શ્રી જોગમાયા મંદિરના પૂજારી રાજુગિરિ ગૌસ્વામીએ વિધિપૂર્વક પૂજા કરી ધજા તૈયાર કરી હતી. ત્યારબાદ ઓગડ ચોક દરબાર ગઢના વાઘેલા પરિવારે જયઘોષ સાથે ધજાને કુમકુમ તિલક કર્યું અને કંકુ, ફૂલ તથા ચોખા અર્પણ કરીને ધજા ચઢાવી હતી.

ઢોલ-નગારાં સાથે યોજાયેલા કાર્યક્રમમાં અઢારે આલમના શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા અને ડાયરાનો આનંદ માણ્યો હતો.

વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવ દરબાર જાગીર મઠ ખાતે નેપાળ નરેશ શ્રી ઓગડજી મહારાજ બિરાજમાન છે. સમાજ દ્વારા દર વર્ષે ભાઈબીજના દિવસે આ પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવે છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links