- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Deesa
- Mudetha Horse Race Tradition; 763 Years Old Legacy In Dessa | Banaskantha
ડીસાના મુડેઠામાં ભાઈબીજે 763 વર્ષથી યોજાય છે ઐતિહાસિક અશ્વદોડ:ઝાલોરના રાજાની પુત્રી ચોથબાના કન્યાદાનથી શરૂ થઈ હતી 75 સદી જૂની પરંપરા
- કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈબીજના દિવસે 763 વર્ષથી અશ્વદોડ યોજાય છે. તેને જોવા દૂરદૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે.આ વર્ષે મુડેઠા ગામના વડલાપુરાના રાજાણી પાર્ટીના વાલસિંહ લક્ષ્મણસિંહ રાઠોડે બખ્તર ધારણ કર્યું હતું. આ પ્રસંગે રાઠો

પરંપરા સાથે જોડાયેલી કથા મુજબ, વર્ષો પહેલાં રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા હતા. મોગલોના આક્રમણને કારણે રજવાડાંમાં ફૂટ પડી હતી અને મોગલો પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા હતા.મોગલોએ ઝાલોર પર ચઢાઈ કરી ત્યારે વિરમસિંહે પોતાની પુત્રી ચોથબાને તેમની નજરથી બચાવવા નાથ બાબજી નામના સંતને સોંપી હતી. સંત ચોથબાને લઈને ડીસા તાલુકાના પેપળુ ગામે પહોંચ્યા હતા.

ચોથબા ઉંમરલાયક થયા પછી તેમનાં લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી થયાં. ચોથબાને ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ કરે એવી માન્યતા મુજબ, નજીકના મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા.

તેમણે ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. મુડેઠાના રાઠોડ પરિવારના લોકો ભાઈબીજના દિવસે આ પરંપરા આજે પણ નિભાવે છે.







ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















