Mon, Nov 16, 2026Updated 02:32 PM IST
Google Preferred Source CTA

કન્ટેનરની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી:ડીસાના બનાસ નદી ઓવરબ્રિજ પર BSFની ગાડી, કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત; ચાર જવાનોને ઇજા

સંજયસિંહ રાઠોડ | ડીસા2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ડીસાના બનાસ નદી ઓવરબ્રિજ પર શનિવારે BSFની ગાડી, કન્ટેનર અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે અકસ્માત થયો. કન્ટેનરની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઈ હતી. ટ્રેક્ટર નદીમાં પડતાં બચી ગયું હતું.

.

BSFની 137મી બટાલિયનના જવાનો નડાબેટ બોર્ડરથી દાંતીવાડા કેમ્પ જઈ રહ્યા હતા. તેમની ગાડીની આગળ ટ્રેક્ટર-ટ્રોલી જઈ રહી હતી. પાછળથી આવી રહેલા કન્ટેનરે BSFની ગાડીને ટક્કર મારી હતી.

અકસ્માતમાં BSFના આશરે ચાર જવાનોને નાની-મોટી ઇજા થઈ હતી. ટ્રેક્ટરચાલકને પણ ગંભીર ઇજા થઈ હોવાનું જણાવાયું છે.

અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. જાણ થતાં ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ અને 112 પોલીસ વાનની ટીમ પણ ત્યાં પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ડીસા તાલુકા પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links