Mon, Nov 16, 2026Updated 02:21 PM IST
Google Preferred Source CTA

ટ્રેલરનાં ટાયર નીચે આવી જતાં‎બાઈકસવાર યુવક કચડાતાં મોત:ડીસાના આખોલ મોટી પાસે ટ્રકચાલકની ઓવરટેક કરાવાની લ્હાયમાં અકસ્માત

ડીસા9 કલાક પેહલા
  • કૉપી લિંક

ડીસા-ધાનેરા હાઈવે પર આખોલ મોટી ગામની સીમમાં સંઘવી પેટ્રોલ પંપ સામે ટ્રેલરની ટક્કરે બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ટ્રેલર ચાલકે ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો.

.

ડીસાના ઝેરડા ગામના કેદારનગરમાં રહેતા કમલેશસીંગ વસંતસીંગ વાઘેલા અને ભાવુસીંગ બાબરસીંગ વાઘેલા શુક્રવારની બપોરે 1 વાગ્યે બાઈક નંબર GJ-08-EA-2218 લઈને આખોલ ચાર રસ્તાથી ઝેરડા જઈ રહ્યા હતા. દરમિયાન RJ-52-GA-5514 નંબરના ટ્રેલરચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ઓવરટેક કરવા જતાં બાઈકને સામેથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં કમલેશસીંગ ટ્રેલરના ટાયર નીચે આવી જતાં માથા-છાતીમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનો જમણો હાથ શરીરથી અલગ થઈ ગયો હતો.

તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ભાવુસીંગને જમણા પગે ગંભીર ઈજા થતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મૃતકનો મૃતદેહ ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links