Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

રૂ.20 લાખથી વધુના લોકફાળાથી કેમેરા અને સ્પીકર લગાવ્યા:ભાભર શહેરના 30થી વધુ સ્થળો સીસીટીવી કેમેરાથી સજ્જ થયા

ભાભર8 દિવસ પેહલા
  • કૉપી લિંક

ભાભર શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પાલિકા દ્વારા લોકભાગીદારીથી શહેરના મુખ્ય માર્ગો સહિત 30થી વધુ સ્થળોએ રૂ.20 લાખથી વધુના લોકફાળાના ખર્ચે આધુનિક સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જેના કારણે હવે શહેરની ગતિવિધિઓ પર પોલીસની બાજનજર રહેશે.

.

નગરપાલિકાના પ્રયાસોથી ઊભી કરાયેલી આ વ્યવસ્થાનું કંટ્રોલ રૂમ ભાભર પોલીસ મથકે રહેશે. જ્યાંથી પોલીસ સતત દેખરેખ રાખી શકશે.

ચોરી, અકસ્માત સહિતની ઘટનાઓમાં કેમેરાના ફૂટેજ તપાસ માટે ઉપયોગી બનશે. આ ઉપરાંત શહેરમાં વાયરલેસ સ્પીકરની વ્યવસ્થા પણ કરી છે. જેના દ્વારા જાહેર સૂચનાઓ આપવા ઉપરાંત સવાર-સાંજ ભજનો અને હનુમાન ચાલીસાનું પ્રસારણ કરાશે.

નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભાભરને સ્માર્ટ અને સુરક્ષિત શહેર બનાવવાના ઉદ્દેશથી આ કામગીરી કરાઈ છે. સહયોગ આપનાર દાતાઓનો પાલિકાએ આભાર વ્યક્ત કર્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links