Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

ભાભરમાં આંજણા ચૌધરી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

બાબુભાઈ ચૌધરી | ભાભર, બનાસકાંઠા (પાલનપુર)6 કલાક પેહલા
  • કૉપી લિંક

ભાભર પટેલ બોર્ડિંગ ખાતે શ્રી આંજણા પટેલ કેળવણી મંડળે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હત

.

શંકરભાઈ ચૌધરીએ સમાજના લોકોને રાજકીય પક્ષો કરતાં શિક્ષણ અને ઉદ્યોગો દ્વારા પગભર થવા અપીલ કરી હતી. તેમણે નકારાત્મક વિચારો પાછળ સમય વેડફવાને બદલે શિક્ષણ અને ધંધાકીય ઉદ્યોગો પર ધ્યાન આપવા કહ્યું હતું. સમાજના દીકરા-દીકરીઓ અને યુવાનોને મદદ કરવા તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

પરબતભાઈ પટેલે શંકરભાઈ ચૌધરીના વિચારોને અનુસરવા અપીલ કરી હતી. તેમણે શિક્ષણ, પશુપાલન, ખેતી અને રોજગારની તકોમાં આગળ વધવા સમાજના લોકોને પ્રેરિત કર્યા હતા.

મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ અને આદર્શ વિદ્યાલય સંકુલના પ્રમુખ રજનીશભાઈ ચૌધરીએ શંકરભાઈ ચૌધરીને દેશી પાઘડી પહેરાવી અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. સમાજના વડીલોએ પરબતભાઈ પટેલનું પણ પાઘડી અને શાલથી સન્માન કર્યું હતું.

ભોજનના દાતાઓ ચૌધરી રામજીભાઈ રૂપસીભાઈ, ચૌધરી અજીતભાઈ રૂપસીભાઈ અને કુભારખાના ગામના પટેલ નવીનભાઈ ગંગારામભાઈનું મંચ પર સન્માન કરાયું હતું.

મંડળના ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પટેલ બોર્ડિંગના એમડી વિરેનભાઈ ચૌધરી, ગૃહપતિ નવીનભાઈ ચૌધરી અને યુવાનોએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links