- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Ambaji
- Ambaji Temple Donation & Devotee Footfall Update | Latest 2026 News
5 દિવસમાં 6.50 લાખથી વધુ ભક્તોએ અંબાજીમાં દર્શન કર્યા:₹12 લાખથી વધુનું રોકડ દાન, 107.75 ગ્રામ સોનાની લગડી, 221.89 ગ્રામ સોનાનાં ને 40 ગ્રામ ચાંદીનાં દાગીના અર્પણ
- કૉપી લિંક

દિવાળીના પાંચ દિવસમાં અંબાજી મંદિરમાં 6,50,968 ભક્તોએ દર્શન કર્યા. 10થી 14 તારીખ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં મંદિર પહોંચ્યા હતા. આ સમયગાળામાં દાનની કુલ આવક રૂ. 12,70,824 રહી હતી.
મંદિરમાં ધ્વજાની ભેટ તરીકે રૂ. 4,77,702 મળ્યા. ભક્તોએ 107.75 ગ્રામ સોનાની લગડી, 221.89 ગ્રામ સોનાનાં દાગીના અને 40 ગ્રામ ચાંદીનાં દાગીના પણ અર્પણ કર્યા.

રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. દિવાળી વેકેશનમાં ભક્તો નવા વર્ષની શરૂઆત પહેલાં મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

દિવાળી વેકેશનના અંતિમ દિવસોમાં અને રવિવારે પણ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તો જયઘોષ સાથે માતાજીનાં દર્શન કરી રહ્યા હતા.
મંગળવારે મંદિરમાં ભંડારની ગણતરી કરવામાં આવશે.



ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















