- Gujarati News
- Local
- Gujarat
- Banaskantha
- Ambaji
- Ambaji Mandir Labh Pancham Darshan; Mangala Aarti & Flower Decoration
લાભપાંચમે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી:‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું મંદિર; પરિસર ફૂલોથી શણગારાયું
- કૉપી લિંક

લાભ પાંચમે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચ્યા. સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થઈ હતી. વહેલી સવારથી શક્તિદ્વાર સુધી લાંબી લાઇનો લાગી હતી.
શક્તિદ્વારથી આખા મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નારા ગુંજ્યા હતા.

મંદિરના ભટ્ટજી મહારાજે જણાવ્યું કે લાભ પાંચમે ભક્તો નારિયેળ લેવા આવે છે અને તેને પોતાની પેઢીમાં મૂકે છે. તેમની માન્યતા છે કે તેનાથી ધંધો-રોજગાર સારો ચાલે છે. કેટલાક ભક્તો ચાંદીના સિક્કાનું પૂજન કરાવે છે, તો કેટલાક કુમકુમ લેવા આવે છે.

દિવાળી વેકેશન અને નવા વર્ષ દરમિયાન પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવ્યા હતા. લાભ પાંચમે દર્શન કર્યા પછી ઘણા ભક્તો પોતાનો ધંધો-રોજગાર શરૂ કરશે.
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા અંબાજી મંદિરને જગવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરમાં 358 નાના-મોટા સુવર્ણ કળશ છે, તેથી તેને ગોલ્ડન ટેમ્પલ પણ કહેવામાં આવે છે.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















