Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

દરબારગઢ નજીક આવેલા મંદિરમાં મોડી રાત્રે ચોરીથી રોષ:સાઠંબા નીલકંઠ મહાદેવના મંદિરમાંથી 5.77 લાખના ચાંદીના છત્તરની ચોરી

બાયડ1 દિવસ પેહલા
  • કૉપી લિંક

સાઠંબાના દરબારગઢ નજીક આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાંથી અંદાજે 2.700 કિલો વજનનું ચાંદીનું છત્તર ચોરાતાં પંથકના ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

.

નીલકંઠ મહાદેવ મંદિરમાં 7 વર્ષ પહેલાં ભગવાન મહાદેવને અર્પણ કરવા આ છત્તર લેવાયું હતું.તે સમયે ચાંદીના બજારભાવ પ્રમાણે આ છત્તરની કિંમત અંદાજે 1.20 લાખ રૂપિયા થતી હતી.

જ્યારે હાલના ચાંદીના બજારભાવ પ્રમાણે 2 કિલો 700 ગ્રામ ચાંદીની કિંમત અંદાજે 5.77 લાખ જેટલી થાય છે. જોકે,રાત્રિના સમયે તસ્કરોએ મંદિરને નિશાન બનાવી આ કિંમતી છત્તરની ચોરી કરતાં ભક્તજનોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ગ્રામજનોએ આ ઘટનાને ગંભીરતાથી લઈ ચોરી કરનાર તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે અને ચોરાયેલું છત્તર પરત મેળવવામાં આવે તેવી માગણી કરી છે. ઘટનાની જાણ થતાં સાઠંબા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

હવે સાઠંબા પોલીસ તસ્કરોને ઝડપી પાડી ચોરાયેલું છત્તર પરત મેળવવામાં કેટલી ઝડપથી સફળતા મેળવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links