- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Bayad
- Heavy Vehicles Banned On SH 59 From 8th, Effective From 8 Am To 8 Pm For Two Months
8મીથી SH-59 પર ભારે વાહનો પર પ્રતિબંધ:બે મહિના સુધી સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી અમલ
- કૉપી લિંક
અરવલ્લી જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિકના ભારણ અને માર્ગ અકસ્માતોની સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર મિલિંદ બાપનાએ જાહેરનામું બહાર પાડી સ્ટેટ હાઈવે 59 મોડાસા ધનસુરા-બાયડ-ન ડિયાદ પરથી ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂક્યો છે.
આ નિર્ણયના પગલે તા. 8 નવેમ્બર 2026થી તા. 6 જાન્યુઆરી 2027 સુધી દરરોજ સવારે 8થી રાત્રે 8 વાગ્યા દરમિયાન ભારે વાહનો આ માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં. જાહેરનામામાં કેટલાક વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જેમાં સરકારી વાહનો, એસ.ટી. નિગમની બસો, ઈમરજન્સી વાહનો, દૂધની ગાડીઓ, એમ્બ્યુલન્સ, કાર્યક્રમમાં ભાગ લેવા આવતાં ભારે વાહનો તેમજ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલા GJ-09 અને GJ-31 સિરીઝનાં સ્થાનિક ભારે વાહનોનો સમાવેશ થાય છે.
આ મુક્તિ હેઠળ આવતા વાહનોએ અધિકારી આરટીઓની પરવાનગી મેળવવાની રહેશે.
ટોલ બચાવવા ભારે વાહનો SH-59નો વધુ ઉપયોગ કરે છે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા હોવાની સાથે અહીં વિવિધ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરના ઝડપી વિકાસને કારણે માર્ગો પર વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ, મોડાસાથી વડોદરા તરફ જવા માટે SH-59 અને SH-5 એમ બે માર્ગ ઉપલબ્ધ છે. SH-5 ટોલ રોડ હોવાથી ટોલ બચાવવા માટે રાજ્ય બહારનાં વાહનો SH-59નો વધુ ઉપયોગ કરતા હોવાની રજૂઆતો મળી હતી. પરિણામે આ માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધવા સાથે અકસ્માતોની સમસ્યા પણ સામે આવી રહી છે. રજૂઆત સંબંધે યોગ્ય કરવા માંગણી કરાઈ હતી.
ભારે વાહનો માટે બે વૈકલ્પિક માર્ગ નક્કી સ્ટેટ હાઈવે-5 : મોડાસા માલપુર-શહેરા- ગોધરા. નેશનલ હાઈવે-48 : શામળાજી હિંમતનગર-ચિલોડા. સ્થાનિક ભારે વાહનો સહિત કેટલાંક વાહનોને મુક્તિ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















