- Gujarati News
- Local
- Gujarat
- Anand
- 705 Kg Beef Seized From Illegal Slaughterhouse In Anand
આણંદમાં ગેરકાયદે કતલખાનામાંથી 705 કિલો ગૌમાંસ જપ્ત:ત્રણ ગાયોની કતલ કરાયેલી હાલતમાં મળી, બે આરોપી ફરાર
- કૉપી લિંક

આણંદ શહેરના પોલસન ડેરી રોડ પર આવેલા ખાટકીવાડ વિસ્તારમાં પોલીસે ગેરકાયદે ચાલતા કતલખાના પર દરોડો પાડ્યો છે. તાસ્કંદ સોસાયટી નજીક રોયલ ચીકનવાળાના ખાંચામાં આવેલા મકાનમાં આ કતલખાનું ચલાવવામાં આવતું હતું.
પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી આસીફમીયા અલ્લારખા કુરેશી પોતાના મકાનની બાજુમાં બનાવેલી ઓરડીમાં જીવતી ગાયોની કતલ કરતો હતો. પોલીસને જોઈને આસીફમીયા અને તેનો સાગરીત રબ્બાની કાદરભાઈ કુરેશી ઓરડીની પાછળના ભાગેથી ભાગી છૂટ્યા હતા.
પોલીસે ઓરડીમાંથી માંસના ટુકડા અને પશુ કતલ કરવાના સાધનો જપ્ત કર્યા છે. સ્થળ પરથી કતલ કરાયેલી ત્રણ ગાયો અને 705 કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. કુલ રૂપિયા 1,48,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકાની ટીમો દ્વારા ગૌમાંસનો નિકાલ કરવામાં આવ્યો છે. આણંદ ટાઉન પોલીસે બંને ફરાર આરોપીઓ વિરુદ્ધ પશુક્રૂરતાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















