Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

આજે આણંદ - નડિયાદમાં 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન:આણંદમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને નાવલી પહોંચશેc

આણંદ27 દિવસ પેહલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં વર્ષોથી પંજાબી સમાજ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંપરાગત રીતે શહેરના મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા ફરીને હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે અને ત્યાં વિશાળ રાવણનું દહન કરવામાં આવશે. આ વર્ષે રાવણ દહનના કાર્યક્રમને લઇને

.

પંજાબી સમાજ દ્વારા આ વખતે ગત વર્ષની સરખામણીએ રાવણની લંબાઇ 9 ફૂટ વધારવામાં આવી છે. ગત વર્ષે 51 ફૂટના રાવણની સામે આ વર્ષે 60 ફૂટની ઉંચાઇનો રાવણ તૈયાર કરાયો છે. બપોરે 2.30 કલાકે શોભાયાત્રા નીકળશે જે શહેરના માર્ગો ઉપર ફરીને 6 વાગ્યાના અરસામાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં બાદમાં વિશાળ જનમેદની વચ્ચે પરંપરાગત રીતે રાવણ દહન કરવામાં આવશે.

આ વર્ષે રૂા. 2 લાખથી વધુનું દારૂખાનું રાવણ દહન માટે વપરાશે. આ ઉપરાંત દરસાલ થતી આતશબાજી પણ આ વર્ષે વિશેષ હશે. દરસાલ 20 હજારની આતશબાજીની સામે આ વર્ષે 1 લાખથી વધુની આતશબાજી કરવામાં આવશે. આ ઉપરાંત આ પ્રસંગે શ્રી કૃષ્ણ, બડે હનુમાન, અઘોરી સહિતના કેરેક્ટર પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

નડિયાદમાં રાવણની ઉંચાઇ આ વર્ષે 9 ફૂટ વધી‎

નડિયાદ શહેરમાં પણ દશેરાના દિવસે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન કરવામાં આવશે. પરંપરાગત રીતે પંજાબી સમાજ દ્વારા કરવામાં આવતાં રાવણ દહનના આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડશે.

આણંદ શહેરમાં આણંદ અરોરા પંજાબી સમાજ દ્વારા સતત બીજા વર્ષે પણ નાવલી રોડ નજીક ભવ્ય 71મો વિજયાદશમી મહોત્સવ યોજવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન આ ઉત્સવને લઈને પંજાબી સમાજ અને સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

હાલમાં રાવણ દહનના આ કાર્યક્રમને લગતી તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, દર વર્ષની પરંપરા જાળવી રાખીને ચાલુ વર્ષે પણ આણંદ અરોરા પંજાબી સમાજ દ્વારા વિજયાદશમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ વર્ષના મહોત્સવ માટે ખાસ 60 ફૂટ ઊંચું રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ વિશાળકાય પૂતળાને આતશબાજીથી ગુંજવતો કરવા માટે તેમાં 100 કિલોથી પણ વધુ દારૂગોળો ભરવામાં આવશે, જે દહનની ક્ષણે આકાશમાં અદભુત અને રોમાંચક નજારો સર્જશે.

આ પર્વ નિમિત્તે આણંદ શહેરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં આણંદ અરોરા પંજાબી સમાજના નગરજનો ઉત્સાહભેર જોડાશે. રાવણ દહનના આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે સમગ્ર આણંદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links