- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Savarkundla
- Savarkundla Crime News; Udaybhai Radadiya Arrested For Attempted Murder
સાવરકુંડલામાં હત્યાની કોશિશનો આરોપી કલાકોમાં ઝડપાયો:ટાઉન પોલીસે ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે ઉદયભાઈ રાદડિયાને પકડ્યો
- કૉપી લિંક

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલા આરોપીને ટાઉન પોલીસે કલાકોમાં પકડી લીધો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને શોધવા ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સની મદદ લેવાઈ હતી.ભાવનગર રેન્જના આઈજીપી રાજેન્દ્ર અસારીની સૂચના અને માર્ગદર્શન
સાવરકુંડલા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ અને ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સોલંકીની આગેવાનીમાં અલગ-અલગ ટીમો બનાવાઈ હતી.
તપાસ દરમિયાન પોલીસે આરોપીના સંભવિત આશ્રયસ્થાનો, અવરજવાવાળી જગ્યાઓ અને તેના સંપર્કમાં રહેલા લોકો વિશે તપાસ કરી હતી. મળેલી બાતમી, ટેકનિકલ માહિતી અને હ્યુમન સોર્સના આધારે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. પકડાયેલા આરોપીનું નામ ઉદયભાઈ વિજયભાઈ રાદડિયા છે. તેની ઉંમર 21 વર્ષ છે અને તે હીરા ઘસવાનું કામ કરે છે. તે નીલેશનગર સોસાયટી, સરદાર ભવન પાછળ, રામાપીર મંદિર પાસે, જેસર રોડ, સાવરકુંડલાનો રહેવાસી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















