- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- Savarkundla
- Legal Awareness Camp Against Sexual Harassment Of Women At Workplace Held In Amreli
આયોજન:અમરેલી ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી સામે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ ગઈ
- કૉપી લિંક
અમરેલી જિલ્લામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ અમરેલી ગજેરા સંકુલ ખાતે પી.ટી.સી. અભ્યાસક્રમની વિદ્યાર્થીનીઓ માટે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અટકાવ, પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 અંતર્ગત
આ કાર્યક્રમ નગરપાલિકા સદસ્ય અલ્કાબેન ગોંડલીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી એડવોકેટ જાગૃતિબેન જોષી, ગજેરા સંકુલના રામાણી, પાઠક, આચાર્ય આરતીબેન મેટળીયા સહિત અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા બાળ સુરક્ષા એકમનાં સામાજિક કાર્યકર ગીતાબેન સોલંકી, નારી અદાલતનાં તાલુકા કો-ઓર્ડિનેટર હેતલબેન, સખી વન સ્ટોપ સેન્ટરનાં કેસ વર્કર માધવીબેન, પી.બી.એસ.સી. સેન્ટરનાં રોશનીબેન, DHEWનાં જિલ્લા મિશન કોઓર્ડિનેટર હસમુખ રાઠોડ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જાનાબેન ગલચર, સ્પેશિયાલિસ્ટ ઇન ફાઇનાન્શિયલ લિટરસી મીનાક્ષીબેન મકવાણા તથા એમ.ટી.એસ. આદિત્ય જાદવ ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણીનાં વિવિધ સ્વરૂપો, કાયદાકીય જોગવાઈઓ, મહિલાઓને મળતું કાનૂની રક્ષણ, આંતરિક ફરિયાદ સમિતિની રચના અને તેની કામગીરી તેમજ જાતીય સતામણી અંગે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ સુરક્ષાલક્ષી અને કલ્યાણકારી યોજનાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. નગરપાલિકા સદસ્ય અલ્કાબેન ગોંડલીયાએ પ્રેરણાદાયી સંદેશ આપી મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















