Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

અમરેલી શહેરના વૃદ્ધા સાવરકુંડલા ગામ સબબ ગયા હતા:સાવરકુંડલા રસ્તામાં ખોવાયેલી 45 હજારની સોનાની બુટ્ટી પોલીસે વૃદ્ધ મહિલાને પરત સોંપી

સાવરકુંડલા1 દિવસ પેહલા
  • કૉપી લિંક

સાવરકુંડલા ટાઉન પોલીસે રસ્તામાં ખોવાઈ ગયેલી આશરે રૂપિયા 45 હજારની કિંમતની સોનાની કાનની બુટ્ટી શોધી તેના મૂળ માલિકને પરત સોંપી હતી.

.

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સોલંકીની સૂચના મુજબ પોલીસ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમરેલીની એક વૃદ્ધ મહિલા કોઈ કામ અર્થે સાવરકુંડલા આવી હતી. ત્યારબાદ સાવરકુંડલાથી રિક્ષામાં બેસીને પરત જતી વખતે તેમની પાસે રહેલી 45 હજારની કિંમતની સોનાની કાનની બુટ્ટી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી.

આ અંગે જાણ થતાં મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ટાઉન પોલીસ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન તપાસ અને પ્રયત્નોના પરિણામે ખોવાયેલી સોનાની બુટ્ટી શોધી કાઢવામાં સફળતા મળી હતી. ત્યાર બાદ જરૂરી ખરાઈ અને તપાસ કરી સોનાની બુટ્ટી તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links