Mon, Nov 16, 2026Updated 02:26 PM IST
Google Preferred Source CTA

રાજુલામાં 315 વિદ્યાર્થીઓ અને 28 કર્મચારીઓનું સન્માન:નિંગાળા-1માં શ્રી આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો સન્માન સમારોહ યોજાયો

યોગેશકુમાર કાનબાર | રાજુલા, અમરેલી4 દિવસ પેહલા
  • કૉપી લિંક

રાજુલાના નિંગાળા-1 ગામની શ્રી આહીર સમાજવાડીમાં ગુરુવાર, 12 નવેમ્બર 2026ના રોજ શ્રી આહીર એજ્યુકેશન સમિતિનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થી અને વ્યક્તિ વિશેષ સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમ સાથે સ્નેહમિલન પણ રાખવામાં આવ્યું હતું.સમિતિ શિક્ષણ, સહકાર અને સંગઠન

.

આયોજકોના જણાવ્યા મુજબ, કુલ 340 જેટલી પ્રતિભાઓનું સન્માન થયું. તેમાં 315 તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવનારા 28 કર્મચારીઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને શિક્ષણ તથા મહેનત માટે પ્રોત્સાહિત કરવાનો હતો.ધોરણ 10 અને 12માં સારા પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ ઉપરાંત NMMS, NTSE, TST, PSE, SSE અને CET જેવી શિષ્યવૃત્તિ પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું. GUJCET, JEE, NEET અને RE-NEET પ્રવેશ પરીક્ષાઓમાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા.

ડિપ્લોમા, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, NET, GSET અને Ph.D.ની લાયકાત મેળવનારા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું. સરકારી નોકરીમાં પસંદગી પામેલા 28 યુવાનોને પણ સન્માનિત કરવામાં આવ્યા.

ઉપસ્થિત મહાનુભાવોએ કહ્યું કે સમાજના યુવાનો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે. કાર્યક્રમમાં સંતો-મહંતોએ આશીર્વચન આપ્યાં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links