Mon, Nov 16, 2026Updated 02:29 PM IST
Google Preferred Source CTA

દિવાળી વેકેશનમાં યાત્રિકોની ભારે ભીડ:દિવાળી, નૂતન વર્ષના પર્વે હજારો ભક્તોએ કર્યા શ્યામ ભગવાનનાં દર્શન: 50 હજાર લોકોએ મહાપ્રસાદ લીધો

રાજુલા2 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગીરના ગાઢ જંગલ વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે દિવાળી અને નૂતન વર્ષના પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં સમગ્ર

.

તહેવારો દરમિયાન ધારી અને ઉના તરફથી આવતા માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ભારે ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સતત વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

આરએફઓ કુલદીપ ચૌહાણ તથા ગીર ગઢડાના પીઆઈ સિંધવના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ ટ્રાફિક નિયંત્રણ અને યાત્રિકોની સુવિધા માટે કામગીરી કરી હતી.

નૂતન વર્ષ નિમિત્તે ભગવાન શ્યામને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. સોનાનાં આભૂષણો, નવાં વસ્ત્રો, ધજારોહણ અને વિશેષ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં હતા. રાત્રિના સમયે રંગબેરંગી લાઈટોથી ઝળહળતા મંદિરનું આકર્ષક દૃશ્ય યાત્રિકો માટે વિશેષ આકર્ષણ બન્યું હતું.

આ દરમિયાન અહીં અંદાજે 50 હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના ભોજનાલયમાં બપોરથી રાત્રી સુધી ભક્તો માટે ભોજનની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી હતી.

યાત્રિકોની સુવિધા માટે અંદાજે પાંચ હજાર પથારી-ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યારે મંદિરના તમામ રૂમોનું અગાઉથીજ બુકિંગ થઈ ચૂક્યું હતું. તુલસીશ્યામ ટ્રસ્ટ, મંદિર કમિટી અને શ્યામ સેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links